RPFનો જવાન 4 વર્ષના બાળકને દૂધ આપવા ટ્રેન પાછળ દોડ્યો, જુઓ વીડિયો

PC: khabarchhe.com

RPFના કોન્સ્ટેબલ ઇન્દરસિંહ યાદવે દર્શાવેલી કર્તવ્ય નિષ્ઠા અને ફરજ પ્રત્યેના જુસ્સાની રેલવે મંત્રી પીયૂષ ગોયલે પ્રશંસા કરી હતી અને તેમને સન્માનરૂપે રોકડ ઇનામ આપવાની જાહેરાત કરી હતી. ઇન્દરસિંહ યાદવ ટ્રેનમાં જઇ રહેલા માત્ર 4 મહિનાના બાળકને દુધ આપવા માટે ટ્રેન પાછળ દોડ્યા હતા અને તેને દુધ પહોંચાડીને દૃશ્ટાંત પૂરું પાડ્યું છે.

શરીફ હાશ્મી તેમના 4 વર્ષના બાળક સાથે શ્રમિક વિશેષ ટ્રેનમાં બેલગામથી ગોરખપુર જઇ રહ્યા હતા. અગાઉના કોઇપણ સ્ટેશન પર તેમના બાળક માટે દુધ ન મળ્યું હોવાથી તે રડતું હતું અને તે દરમિયાન ભોપાલ સ્ટેશન પર ફરજ નિભાવી રહેલા ઇન્દરસિંહ યાદવને આ બાળકની માતાએ મદદ માટે વિનંતી કરી હતી. માતાની મદદ કરવા માટે ઇન્દરસિંહ યાદવ તુરંત સ્ટેશનની બહાર દોડીને ગયા હતા અને દુધની બોટલ લઇ આવ્યા હતા.

જોકે, ત્યાં સુધીમાં ટ્રેન સ્ટેશન પરથી ચાલવા લાગી હોવાથી કોન્સ્ટેબલે માનવતા દાખવી અને હિંમતપૂર્વક તેઓ ટ્રેનની પાછળ દોડ્યા હતા અને મહિલાઓના કોચમાં બાળકની માતાના દુધ આપ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp