ઘરના કમ્પ્યુટરમાંથી પ્રિન્ટ કર્યો ચેક, પછી ખરીદી લીધી કરોડ રૂપિયાની Porsche કાર

PC: langimg.com

બેન્ક સાથે ખોટું કરીને, ખોટા ચેકથી ગ્લેમર લાઈફ સ્ટાઈલ જીવતા લોકોને અનેક વખત કારાવાસ ભોગવવાનો વારો આવ્યો છે. આવો જ એક કિસ્સો અમેરિકાના ફ્લોરિડામાંથી સામે આવ્યો છે. જે સાંભળીને સૌ કોઈ ચોંકી જશે. અહીં એક શખ્સે ખોટા ચેકની મદદથી Porsche 911 ટર્બો જેવી મોંઘીદાટ કાર ખરીદી લીધી. જેની કિંમત અમેરિકામાં $140,000 હોવાનું જાણવા મળ્યું છે. ભારતીય ચલણમાં ગણતરી કરવામાં આવે તો કિંમત 1 કરોડ 4 લાખ થાય છે. અમેરિકાની પોલીસે આ શખ્સની ધરપકડ કરી કાયદેસરના પગલાં ભર્યા છે.

મીડિયા રિપોર્ટ અનુસાર તા.27 જૂલાઈના રોજ 42 વર્ષના Caset William Kelleyએ Destinના પોર્શ ડિલરશીપ લોટ પાસેથી Porsche 911 ટર્બો ખરીદી હતી. આ માટે તેમણે કેશિયરને ઘરના કોમ્પ્યુટરમાંથી એક ચેક પ્રિન્ટ કરીને આપી દીધો હતો. ત્યાર બાદ Okaloosa કાઉન્ટીના શેરિફ ઓફિસને કારની ચોરી થઈ હોવાની સૂચના મળી હતી. અમેરિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે, કેલીએ જર્મન લક્ઝરી કાર ખરીદી લીધાના થોડા સમય બાદ ત્રણ રોલેક્સ ઘડિયાળ પર આ રીતે ખરીદવા માટે પ્રયત્ન કર્યા હતા. આ સિવાય મિરમાર બીચના એક જ્વેલર્સ સાથે મુલાકાત કરી હતી. એમને પણ 61521 ડૉલરનો એક ખોટો ચેક આપ્યો હતો. પણ જ્વેલરે ઘડિયાળ ચેક ક્લિયર ન થાય ત્યાં સુધી પોતાની પાસે રાખી હતી.

અમેરિકન પોલીસે આ શખ્સની ધરપકડ કર્યા બાદ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, એ ચેક એના ઘરના કોમ્પ્યુટરમાંથી પ્રિન્ટ કરવામાં આવ્યો હતો. બેન્કમાંથી એને મળ્યો ન હતો. હવે કેલીને વોલ્ટન કાઉન્ટી જેલમાં જઈ જવાયો છે. માત્ર ચેક જ નહીં એમની પાસેથી બેન્કના બીજા પણ કેટલાક ખોટા દસ્તાવેજ મળી આવ્યા હતા. જ્યારે કારના ડીલરે ચેકની સામે પૈસા મેળવવા માટે બેન્ક સાથે વ્યવહાર કર્યા ત્યારે ચેક ખોટો હોવાનું જાણવા મળ્યું હતું. ત્યાર બાદ ડીલરે પોલીસનો સંપર્ક કર્યો હતો અને છેત્તરપિંડી થઈ હોવાનો દાવો કર્યો હતો. પોલીસે એના ઘરેથી કોમ્પ્યુટર, પ્રિન્ટ માટેના કાગળ તથા કોમ્પ્યુટર જપ્ત કર્યા છે. આ ઉપરાંત પોલીસ ટીમે એમના ઘરે ચેકિંગ પણ કર્યું હતું. ત્યાર બાદ કાયદેસરના પગલાં ભર્યા હતા. જ્વેલરે પણ આ કેસમાં આ શખ્સ સામે દાવો કર્યો હતો. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp