પ્રદૂષણમાં રાહત માટે દિલ્હીમાં ખુલ્યો ઓક્સિજન બાર, 299મા મળશે 15 મિનિટ શુદ્ધ હવા

PC: thgim.com

વીકેન્ડમાં લોકોમાં એન્જોય કરવા માટે લોકો ક્લબમાં જતા હોય છે. હાલમાં તો દિલ્હી-NCRમાં વાતાવરણમાં પ્રદૂષણ છવાયેલું છે. તેનાથી બચવા માટે દિલ્હીમાં હવે ઓક્સિજન બાર ખુલ્યો છે. હાલમાં ઓક્સી પ્યોર બાર ચર્ચાનો વિષય બન્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે તે, લોકોને શુદ્ધ હવા વેચવામાં આવી રહી છે.

આ બારમાં અડધો કલાકના હિસાબે ચાર્જ કરવામાં આવે છે. જેમાં તમે શુદ્ધ હવા લઈ શકો છો. જે રીતે દિલ્હીની આબોહવા સતત ઝેરી બની રહી છે, તેને જોતા આ ઓક્સી બાર ખોલવામાં આવ્યો છે.

15 મિનિટ શુદ્ધ હવા માટે ચૂકવો 299 રૂઃ

આ બારમાં સાત રીતની અરોમા છે. જેમાં 299 રૂપિયામાં 15 મિનિટ માટે શુદ્ધ હવાની સાથે મ્યૂઝિકલ વાતાવરણનો આનંદ પણ માણી શકો છો. 499 રૂપિયામાં પણ અરોમા વેચવામાં આવે છે. જે લોકોને અસ્થમા કે બ્રોંકાઈટિસ જેવી બીમારી હોય તેમને ના પાડવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp