જે યુવકના શ્રાદ્ધની ચાલતી હતી તૈયારી તે જીવતો સામે આવ્યો, જાણો શું છે આખો મામલો

PC: aanavandi.com

કહેવાય છે કે એક વખત ગુમાવેલા પ્રાણ ફરી ક્યારેય પરત આવતા નથી. વિજ્ઞાન પણ આવી વાતોને સંપુર્ણ રીતે નકારે છે. એક વખત ગયેલા પ્રાણ પરત આવે તેવું કોઇ તંત્રજ્ઞાન હજી છે નહીં. જો કે વ્યક્તિ મૃત્યુ પછી પરત ઘરે આવ્યો હોય તેવો ચોંકાવનારો એક કિસ્સો સામે આવ્યો છે. યુવાનના અંતિમ સંસ્કાર કરીને પરિવારજનો પરત ઘરે આવી ગયા હતા, પરંતુ અચાનક એ જ યુવાન પરત ઘરે આવતાં બધાને પોતાની આંખો પર ભરોસો થયો ન હતો. આ ઘટનાને લીધે ચારેબાજુ ખળભળાટ થઇ રહ્યો છે.

જો કે આ કિસ્સામાં તમામ હકિકતો સામે આવ્યા બાદ ઘરના લોકોને હાશ થઇ અને બધાના ચહેરા પર યુવાનના પરત ફરવાની ખુશી જોઇ શકાય છે. આ યુવાનને જોવા માટે ગામના જ નહીં પરંતુ આજુબાજુના લોકો પણ આવી રહ્યા છે.

આ ઘટના મુશહરી પોલીસ સ્ટેશન વિસ્કારના બુધનગર ગામની છે. મળેલી માહિતી મુજબ, બુધનગરમાં નિવૃત્ત સૈનિક રામસેવક ઠાકુરનો દીકરો સંજીવ કુમાર 25 ઓગસ્ટના રોજ અચાનક લાપતા થયો હતો. શોધખોળ કરી પરંતુ તેની કોઇ ભાળ મળી ન હતી. આવી પરિસ્થિતિમાં 30 ઓગસ્ટના રોજ તેના ગુમ થયાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી. આ દરમિયાન મીનાપુરમાં એક પાણીમાં પડેલા યુવકની લાશ મળી હતી. આ મૃતદેહ સંજીવ કુમારનો હોવાનું પોલીસે માની લીધું અને લાશ પરિવારને સોંપી દેવામાં આવી હતી. પરિવારના લોકોને પણ લાગ્યું કે આ લાશ સંજીવ કુમારની જ છે અને તેના અંતિમવિધિની સંપૂર્ણ તૈયારી કરીને અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા હતા.

બુધવારે સાંજે સંજીવ અચાનક ગામમાં પહોંચ્યો, પહેલા તો ગામના લોકોમાં ગભરાટ ફેલાયો હતો પરંતુ સત્ય સામે આવ્યા બાદ હાશકારો અનભવ્યો હતો. પરિવારના લોકોએ સંબંધીઓને જાણકારી આપીને પોતાની ખુશી વહેંચી હતી. સંજીવ 25 ઓગસ્ટે ઘરે ન કહેતા ગામથી ભાગી ગયો હતો. સંજીવના પિતાએ કહ્યું કે તે મળેલી લાશ સંજીવ જેવી જ લાગતી હતી તેથી ઓળખી શક્યા નહીં અને તેને સંજીવ ધારીને અંતિમ સંસ્કાર કરી દીધાં હતા. જો કે મૃતક અંગે પોલીસે પોતાની તપાસ નવેસરથી શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp