આ ઝાડ પર એકસાથે ઉગે છે 40 અલગ-અલગ પ્રકારના ફળ, કિંમત ઉડાવી દેશે હોંશ

PC: smithsonianmag.com

સામાન્યરીતે એક ઝાડ પર એક જ પ્રકારના ફળ લાગતા હોય છે, પરંતુ દુનિયામાં એક જગ્યા એવી પણ છે, જ્યાં એક જ ઝાડ પર 40 પ્રકારના ફળો લાગે છે. તમને પણ જાણીને નવાઈ લાગી ને, પરંતુ આ હકીકત છે અને સાચે જ આ ઝાડ પર એક સાથે 40 પ્રકારના ફળો લાગે છે. અમેરિકામાં એક વિઝ્યુઅલ આર્ટ્સના પ્રોફેસરે આવો અજભુત છોડ તૈયાર કર્યો છે, જેના પર 40 પ્રકારના ફળો લાગે છે. આ અનોખો છોડ ટ્રી ઓફ 40ના નામથી જાણીતો છે.

મળતી માહિતી અનુસાર, તેમાં બોર, આલુ, ખુબાની, ચેરી અને નેક્ટરાઈન જેવા ફળો લાગે છે અને આ અનોખા ઝાડની કિંમત તમારા હોંશ ઉડાવી દેશે. ટ્રી ઓફ 40ની કિંમત આશરે 19 લાખ રૂપિયા છે. જણાવી દઈએ કે, અમેરિકાની સેરાક્યૂઝ યુનિવર્સિટીમાં વિઝ્યુઅલ આર્ટ્સના પ્રોફેસર સેમ વોન એકેન આ ખાસ ઝાડના જનક છે અને આ ઝાડને વિકસિત કરવા માટે તેમણે વિજ્ઞાનનો સહારો લીધો છે. તેમણે આ કામની શરૂઆત 2008માં કરી હતી, જ્યારે તેમણે ન્યુયોર્ક સ્ટેટ કૃષિ પ્રયોગમાં એક બગીચાને જોયો હતો, જેમાં 200 પ્રકારના બોર અને ખુબાનીના છોડ હતા.

જણાવવામાં આવી રહ્યું છે કે, આવું ગ્રાફ્ટિંગ ટેકનિક અંતર્ગત થાય છે અને તેની મદદથી આવા છોડ તૈયાર કરવા માટે શિયાળામાં છોડની એક ડાળી કળી સહિત કાપીને અલગ કરી દેવામાં આવે છે અને ત્યારબાદ તે ડાળીને મુખ્ય ઝાડના મૂળમાં લગાડવામાં આવે છે. ત્યારબાદ તે જગ્યા પર પોષક તત્વોનો લેપ લગાવીને આખા શિયાળા દરમિયાન પટ્ટીમાં તેને બાંધીને રાખવામાં આવે છે. થોડાં સમય બાદ ડાળી ધીમે-ધીમે પેડ સાથે જોડાયે છે અને તેમાં ફળ-ફુલ લાગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp