દારૂ પીતી વખતે કેમ ચીયર્સ બોલાય છે, સેલિબ્રેશન વખતે શા માટે ઉડાવે છે શેમ્પેઇન?

PC: freepik.com

મેહફિલમાં ચીયર્સ કર્યા વગર દારૂને હોઠ પર લગાવવું અધુરું કહેવાય છે કે, ફોન વાતચીત શરૂ કરવા પહેલા હેલો ન કહેવું. જામ ટકરાવવાની આ પરંપરા સદીઓથી ચાલતી આવી રહી છે, જેના ધાર્મિકથી લઇને વૈજ્ઞાનિક કારણો હોવા સુધીના દાવા પણ થયા છે. એક ધારણા તો એ પણ છે કે, જામ ટકરાવવાથી દારૂની અંદરના પરપોટા બહાર આવી જાય છે, જેનાથી અતૃપ્ત આત્માઓને સુકૂન મળે છે. તમે કેટલાક લોકોને પીવા પહેલા દારૂના ગ્લાસમાંથી કેટલાક છાંટા બહાર છાંટતા જોયા હશે. જર્મનીમાં ધારણા છે કે, અવાજ કરતા ગ્લાસ ટકરાવવાથી ખરાબ આત્માઓ જશ્નના માહોલથી દૂર ચાલી જાય છે. પ્રાચીન ગ્રીસની માન્યતાઓ અનુસાર, ખુશીના માહોલમાં જામને ઉપર તરફથી ઉઠાવવો ઇશ્વરને સમર્પિત કરવા બરાબર છે.

દારૂ પીવા પહેલા ચીયર્સ કરવાની પ્રક્રિયા વિશે કોકટેલ્સ ઇન્ડિયા યુટ્યુબ ચેનલના સંસ્થાપક સંજય ઘોષ ઉર્ફે દાદા બારટેન્ડર ઘણી રસપ્રદ વાતો કહે છે. તેમના અનુસાર, વ્યક્તિની 5 જ્ઞાનેન્દ્રિયો હોય છે. આંખ, કાન, નાક, જીભ અને ત્વચા. જ્યારે દારૂ પીવા માટે લોકો ગ્લાસ હાથમાં ઉઠાવે છે તો તે સૌથી પહેલા તેને સ્પર્શ કરે છે. આ દરમિયાન આંખોથી તે જુએ છે. પીતી વખતે જીભથી તે ડ્રિંકનો સ્વાદ લે છે. આ દરમિયાન નાકથી તે ડ્રિંકની એરોમા કે સુગંધનો અનુભવ કરે છે. ઘોષ અનુસાર, દારૂ પીવાની આ સંપૂર્ણ પ્રક્રિયામાં ફક્ત કાનનો ઉપયોગ જ નથી થતો. આ કમીને પૂરી કરવા માટે જ આપણે ચીયર્સ બોલીએ છીએ અને કાનના આનંદ માટે ગ્લાસને ટકરાવીએ છીએ. માનવામાં આવે છે કે, આ રીતે દારૂ પીવામાં પાંચેય ઇન્દ્રિયોનો પૂરો ઉપયોગ થાય છે અને દારૂ પીવાનો અનુભવ વધુ ખુશનુમા થઇ જાય છે.

જશ્નના મોકા પર ફિલ્મી સ્ટાર્સથી લઇને સ્પોર્ટ્સ જગતની હસ્તીઓ સુધી ઘણા લોકોને શેમ્પેન ઉડાવતા જોયા છે. ઉચ્ચવર્ગીય સમાજમાં પણ બર્થડે, એનિવર્સરી અને અન્ય ખુશીના મોકા પર શેમ્પેન વાળું સેલિબ્રેશન સામાન્ય થઇ ચૂક્યું છે. આખરે આવું ક્યારથી કરવામાં આવી રહ્યું છે. શેમ્પેનની જગ્યા પર બીયર કે કોઇ અન્ય દારૂનો કેમ ઉપયોગ નથી કરાતો? ઘોષ કહે છે કે, ફ્રેન્ચ રિવોલ્યુશન બાદ પહેલી વખત જશ્નના મોકા પર શેમ્પેનનો સાર્વજનિક રીતે ઉપયોગ કરવામાં આવ્યો હતો. તે વખતે શેમ્પેન એક સ્ટેટસ સિમ્બોલ તરીકે ઓળખાતું હતું અને તેને ખરીદવું સામાન્ય લોકોની વાત નહોતી. જોકે, હવે તે ઘણી સસ્તી મળે છે અને મધ્યમવર્ગીય લોકો પણ તેને સરળતાથી ખરીદી શકે છે. જેના માટે શેમ્પેન મોંઘી છે, તે સેલિબ્રેશનમાં સસ્તા વિકલ્પના રૂપે સ્પાર્કલિંગ વાઇનનો ઉપયોગ કરી લે છે.

શેમ્પેન પણ એક પ્રકારની વાઇન જ છે, સાધારણ વાઇનમાં કોઇ રીતના પરપોટા કે ફીણ નથી હોતા. જોકે, તેમાં ચમક અને પરપોટા હોય તો તે વાઇન શેમ્પેનની શ્રેણીમાં આવી જાય છે. આ કંઇક એવું છે કે, જેને સાધારણ પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ મળવાથી તે સોડા કે સ્પાર્કલિંગ વોટર બની જાય છે. અહીં સમજવા વાળી વાત એ છે કે, દરેક શેમ્પેન એક પ્રકારની સ્પાર્કલિંગ વાઇન જ છે, પણ દરેક સ્પાર્કલિંગ વાઇનને શેમ્પેન ન કહી શકાય. ઘોષ અનુસાર, ફ્રાન્સમાં એક એવો વિસ્તાર છે, જ્યાં બનેલી સ્પાર્કલિંગ વાઇનને જ શેમ્પેન કહેવામાં આવા છે. એટલે કે, ફ્રાન્સના શેમ્પેન વિસ્તારમાં બનેલી સ્પાર્કલિંગ વાઇનની બોટલ પર જ શેમ્પેન લખેલું હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp