100 બાળકોના મોત પર પ્રેસ કોન્ફરન્સ કરવા આવેલા મંત્રી પૂછી રહ્યા હતા મેચનો સ્કોર

PC: ANI

બિહારમાં ચમકી તાવને લીધે અત્યારસુધીમાં 100થી વધુ બાળકોના મોત થવાની ખબર આવી રહી છે. ત્યારે 16 જૂને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધને ચમકી તાવ પર એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં બિહારના સ્વાસ્થ્ય મંત્રી મંગલ પાંડેય પણ હાજર રહ્યા હતા. જો કે આ પ્રેસ કોન્ફરન્સમાં બિહારના સ્વાસ્થ્ય મંત્રી ભારત-પાકિસ્તાનની મેચનો સ્કોર પૂછતા જોવા મળી રહ્યા હતા, જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, મંગલ પાંડેય મીડિયાને મેચનો સ્કોર પૂછી રહ્યા છે અને વિકેટ વિશે પૂછી રહ્યા છે, ત્યારે જવાબમાં તેમને 4 વિકેટ પડવાની વાત પણ કોઇ કહી રહ્યું છે.

પ્રેસ કોન્ફરન્સમાં કેન્દ્રીય રાજ્યમંત્રી અશ્વિની ચૌબે પણ સૂઈ જતા વિવાદમાં આવ્યા હતા...

બિહારમાં ચમકી તાવ તરીકે ઓળખાતા મગજના તાવને કારણે થઈ રહેલા બાળકોના મૃત્યુ મુદ્દે કેન્દ્રીય સ્વાસ્થ્ય રાજ્ય મંત્રી અશ્વિની ચૌબે ઘેરાતા દેખાતા રહ્યા છે. વાત જાણે એમ છે કે, રવિવારે મુઝફ્ફરપુરમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધનની પ્રેસ કોન્ફરન્સ દરમિયાનનો અશ્વિની ચૌબેનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં તેઓ ઊંઘતા દેખાઈ રહ્યા હતા.

આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરસ થઈ રહ્યો છે અને લોકો અશ્વિની ચૌબેને ટ્રોલ કરી રહ્યા છે. વીડિયો વાયરલ થયા બાદ અશ્વિની ચૌબે તરફથી સફાઈ આપી છે. સોમવારે સંસદ સત્રમાં ભાગ લેવા પહોંચેલા અશ્વિની ચૌબેએ કહ્યું હતું કે, હું મનન-ચિંતન કરું છું, હું ઊંઘી નહોતો રહ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp