સી.આર.પાટીલની 3 દિવસીય સૌરાષ્ટ્ર મુલાકાત સોમનાથથી શરૂ, રાજકોટમાં રાત્રી રોકાણ

PC: dainikbhaskar.com

ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલ આગામી અઠવાડિયે સૌરાષ્ટ્રની મુલાકાતે જઈ રહ્યા છે. ભાજપના નવા પ્રદેશ પ્રમુખ બન્યા બાદ તેઓ સૌ પ્રથમ વખત મુખ્યમંત્રી વિજય રૂપાણીના ગઢ મનાતા સૌરાષ્ટ્રમાં જઈ રહ્યા છે. આ મુલાકાતમાં તેઓ જિલ્લાના કાર્યકર્તાઓ તેમજ સંગઠનના મોટા નેતાઓને મળશે. સુત્રોમાંથી એવું પણ જાણવા મળ્યું હતું કે, પાટીલ RSSના કેટલાક નેતાઓ સાથે પણ મુલાકાત કરવાના છે.

સાતમ-આઠમના તહેવાર બાદ અઠવાડિયાના અંતિમ દિવસોમાં પાટીલ સૌરાષ્ટ્રમાં પોતાનો પ્રથમ પ્રવાસ શરૂ કરશે. સૌ પ્રથમ તેઓ સોમનાથ મંદિરે દર્શન કરશે. ત્યાંથી જૂનાગઢ તેમજ રાજકોટમાં રોકાણ કરશે. આ દરમિયાન તેઓ રાજકોટના તમામ જિલ્લાઓના નેતાઓને જુદા જુદા જૂથમાં મળશે. આ મુલાકાત દરમિયાન કોઈ મોટી ભીડને મળવાના બદલે માત્ર અમુક જ લોકોને મળશે. જોકે, શક્યતાઓ એવી પણ છે કે, સૌરાષ્ટ્ર-કચ્છના લોકોને મળ્યા બાદ સી.આર. પાટીલ ગુજરાતમાં પ્રદેશ માળખાની પોતાની નવી ટીમનું એલાન કરી શકે છે. અત્યારે એમના પ્રવાસ કાર્યક્રમની વિગત તૈયાર થઈ રહી છે. આ માટે એક યાદી તૈયાર કરવામાં આવી રહી છે. જે ખૂબ ઝીણવટભરી બાબતના વિચાર સાથે તૈયાર થશે.

આ સાથે ચૂંટણીલક્ષી અને સંગઠન ચર્ચા માટે કોને કોને મળવું એ અંગે એક યાદી તૈયાર થઈ રહી છે. આ જવાબદારી સી.આર. પાટીલે પક્ષના વરિષ્ઠ નેતા તેમજ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાને સોંપી છે. સમગ્ર ગુજરાતમાં આઠ બેઠકો પર પેટાચૂંટણી થવાની છે. જેમાંથી ચાર સૌરાષ્ટ્ર-કચ્છમાં છે. હવે સંગઠનમાં ફેરફાર થાય એવી શક્યતાઓ પ્રબળ બની રહી છે. જીતુ વાઘાણીએ પદભાર સંભાળ્યા બાદ કોઈ નવી નિયુક્તિ થઈ ન હતી. સુરતના માનગઢ ચોકમાં આયોજિત એક કાર્યક્રમમાં તેમણે કારસેવા કરતા મૃત્યુ પામેલા લોકોને યાદ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, જેમણે શહીદી વ્હોરી છે એ સૌનું સ્મરણ કરૂ છું. રામમંદિર નિર્માણ માટે તેમણે વડાપ્રધાન મોદી અને અમિત શાહને શુભેચ્છા પાઠવી હતી. ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ CM ડેશબોર્ડ પરથી અયોધ્યાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું છે. પાટીલે ઉમેર્યું હતું કે, આજે કરોડો દેશવાસીઓની આતુરતાનો અંત આવ્યો. સમગ્ર દેશમાં અનોખા આનંદ-ઉત્સાહનું વાતાવરણ ઊભું થયું છે. ગુજરાતના પુત્રએ રામ મંદિર નિર્માણનું ભૂમિપૂજન કર્યું છે એ સમગ્ર ગુજરાત માટે ગૌરવપૂર્ણ બાબત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp