કાલે રજૂ થનારા ગુજરાતના બજેટને લઈ જાણો શું કહ્યું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે

PC: dainikbhaskar.com

26 ફેબ્રુઆરીથી બજેટ સત્રની શરૂઆત થઇ રહી છે. બજેટ સત્રના પહેલા દિવસે નાણાંમંત્રી નીતિન પટેલ વર્ષ 2020-21નું બજેટ રજૂ કરશે. આ વર્ષે બજેટના કદમાં કરકસરને ધ્યાનમાં રાખીને 18 હજાર કરોડનો વધારો થવાથી બજેટ 2 લાખ 22 હજાર કરોડ સુધી પહોંચી શકે છે. બજેટમાં નાના ઉદ્યોગો, કૃષિ અને રોજગારીની ખાસ યોજનાઓની જાહેરાત પણ થઇ શકે છે. આ ઉપરાંત આગામી દિવસોમાં આવનારી રાજ્યની મહાનગરપાલિકાઓની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વેરા વધારવાની દરખાસ્ત બજેટમાં રજૂ ન કરાય એવી પણ શક્તાઓ રહેલી છે. બજેટને લઇને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું કહેવું છે કે, ગુજરાતના તમામ વર્ગને ફાયદો થાય તેવું બજેટ સરકાર આપવાનો પ્રયાસ કરશે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, અમે છેલ્લા 25 વર્ષથી ગુજરાતની જનતાની અપેક્ષાઓ સતત પૂર્ણ કરતા રહ્યા છે. ગુજરાતની પ્રજાને, નાગરીકોને, બધા જ વર્ગના લોકોને અને બધા વિસ્તારના નાગરીકોને અમારી સરકાર ઉપર ભારતીય જનતા પક્ષ પર વિશ્વાસ છે અને આ વિશ્વાસને આગળ લઇ જવા માટે પ્રજાલક્ષી, બધાને ઉપયોગી થાય તેવું બજેટ આવતી કાલે હું રજૂ કરીશ.

આ બજેટમાં ખેડૂતો અપેક્ષા રાખી રહ્યા છે કે, નાના ખેડૂતો માટે સિંગલ ફેસની મોટર માટેની સહાય કરવામાં આવે. ખેડૂતોને દિવસે વીજળી મળે તેની નક્કર યોજના તૈયાર કરવામાં આવે. ઢોરના ત્રાસથી મુક્તિ મળે તે માટે ફેન્સિંગ યોજનાને અસરકારક બનાવાય, ખેડૂતોને મળવા પાત્ર વીમાની રકમમાં વધારો કરવામાં આવે. સિંચાઈ માટે જળસંપતિ નિગમને ગ્રાન્ટ આપવામાં આવે, પાંજરાપોળમાં રાખવામાં આવતા ઢોર માટે ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp