'મહાદેવના સોગંધ, હિન્દુ હોય તો..', CM ભજનલાલની રેલીમાં ભીડ રોકવા મંચ પરથી અપીલ

PC: oneindia.com

રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા ધોલપુરના સૈપઉ પેટાવિભાગમાં ભાજપના ઉમેદવાર ઇન્દુ દેવી જાટવના સમર્થનમાં ચૂંટણી સભા સંબોધિત કરવા પહોંચ્યા હતા. સૈપઉ વિસ્તારના ઐતિહાસિક મહાદેવ મંદિર પાસે આયોજિત સભામાં મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ કોંગ્રેસ પર જોરદાર પ્રહાર કર્યો. તેમણે કોંગ્રેસ પર ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપવા સાથે તુષ્ટિકરણના આરોપ લગાવ્યા. સાથે જ ભ્રષ્ટાચારીઓને જેલ મોકલવાની વાત કહી. મુખ્યમંત્રી ભજનલાલ શર્માની ચૂંટણી સભામાં બાડીના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના ઉમેદવાર ગિર્રાજ સિંહ મલિંગા ગેરહાજર રહ્યા.

તો બહુજન સમાજ પાર્ટી (BSP)ના ઉમેદવાર જસવંત સિંહ ગુર્જરની મુખ્યમંત્રીની સભામાં એન્ટ્રી થઈ ગઈ અને મંચ પર મુખ્યમંત્રી શર્મા સાથે બેઠા નજરે પડ્યા. બહુજન સમાજ પાર્ટીના ધારાસભ્ય જસવંત સિંહ ગુર્જરે મંચ પરથી ભાષણ આપીને કોંગ્રેસ પર પ્રહાર કર્યો. સાથે જ ભાજપ નેતા અને પૂર્વ ધારાસભ્ય ગિર્રાજ સિંહ મલિંગાનું નામ લીધા વિના તેમના પર પણ પ્રહાર કર્યો. ત્યારબાદ તેમણે ભાજપના ઉમેદવારના સમર્થનમાં વોટ માગ્યા. ત્યારબાદ જેવુ જ મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ ભાષણ શરૂ કર્યું, તો થોડા સમય બાદ લોકો ઊઠીને જવા લાગ્યા.

આ દરમિયાન બસપાના ધારાસભ્ય જસવંત સિંહ ગુર્જરે મુખ્યમંત્રીના ભાષણને વચ્ચે રોકીને લોકોની ભીડને રોકવા માટે ભગવાન મહાદેવના સોગંધ આપ્યા. તેમણે કહ્યું કે, મહાદેવના સોગંધ, તમે હિન્દુ હોવ તો રોકાઈ જાવ. એ છતા લોકોની ભીડ ધીરે ધીરે સભામાંથી નીકળી ગઈ. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ભજનલાલ શર્માની સભામાં પૂર્વ ધારાસભ્ય અને ભાજપ નેતા ગિર્રાજ સિંહ મલિંગા સામેલ ન થવાથી જિલ્લાની રાજનીતિમાં ફરી એક વખત ગરમાવો જોવા મળ્યો.

મુખ્યમંત્રી ભજનલાલ શર્માની ચૂંટણી સભામાં બસપાના ધારાસભ્ય જસવંત સિંહ ગૂર્જરની એન્ટ્રીએ ધોલપુરની રાજનીતિમાં ઉથલ-પાથલ મચાવી દીધી છે. તો બાડી વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય અને ભાજપના નેતા ગિર્રાજ સિંહ મલિંગા અને બસપાના ધારાસભ્ય જસવંત સિંહ ગુર્જર રાજનીતિમાં એક બીજાના ઘોર વિરોધી માનવામાં આવે છે અને બંને નેતાઓએ અત્યાર સુધી મંચ પર એક સાથે ભાગ લીધો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp