અમેરિકા જવા માટે PM મોદીને જાણો પાકિસ્તાને એરસ્પેસની મંજૂરી આપી કે નહીં

PC: newsmobile.in

અમેરિકા જવા માટે PM નરેન્દ્ર મોદીને એરસ્પેસ આપવાની વાતને પાકિસ્તાને નકારી દીધી છે. પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહમૂદ કુરૈશીએ કહ્યું, પાકિસ્તાન PM મોદી માટે તેમનો હવાઈ રુટ આપશે નહી.ભારતીય ઉચ્ચાયોગને અમે કહી દીધું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને હવાઈ રુટ માટે પાકિસ્તાન તેનો એરસ્પેસ આપશે નહી.

પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહમૂદ કુરૈશીનું કહેવું છે કે, ભારતથી અરજી આવી હતી કે તેમના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિદેશ યાત્રા માટે પાકિસ્તાનના એરસ્પેસનો ઉપયોગ કરવા માંગે છે. 20 થી 28 તારીખ સુધી એરસ્પેસના ઉપયોગની પરવાનગી માંગવામાં આવી હતી. પરંતુ પાકિસ્તાને કાશ્મીરની પરિસ્થિતિ અને ભારતના વલણને જોઈને નિર્ણય લીધો છે કે અમે ભારતના પ્રધાનમંત્રીને પાકિસ્તાનનો એરસ્પેસ ઉપયોગ કરવાની પરવાનગી આપશું નહી.

PAKએ ઈન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઈઝેશન ચાર્ટરનો કર્યો ભંગઃ

પાકિસ્તાને એરસ્પેસ ખોલવાની ના પાડી તેને ઈન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઈઝેશન ચાર્ટરનો ભંગ કર્યો છે તેવું માની શકાય. કારણ કે તેના નિયમ અનુસાર, જો યુદ્ધ કે કોઈ ઈમરજન્સી સ્થિતિ ન હોય તો કોઈપણ પ્રકારની પર્સનલ ફ્લાઈટને એરસ્પેસ આપવાની ના પાડી શકાય નહી. પાકિસ્તાને પણ આ નિયમનું પાલન કરવાની હા પાડી હતી.

આ પહેલા પાકિસ્તાને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ માટે પણ પોતાનો એરસ્પેસ ખોલવાની ના પાડી હતી. પાકિસ્તાને તેનું કારણ આપતા કહેલું કે, કાશ્મીરમાં તણાવપૂર્ણ સ્થિતિને કારણે પાકિસ્તાનના મુખ્યમંત્રી ઈમરાન ખાને આ નિર્ણય લીધો હતો.

જોકે, ધારા 370 જમ્મુ કાશ્મીરમાંથી હટાવી લીધા પછી પાકિસ્તાને આ રીતનું વલણ અપનાવ્યું છે. કારણ કે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ તેમનો સાથ કોઈ આપી રહ્યું નથી. એ જ કારણ છે કે, બોખલાહતમાં પાકિસ્તાન આ રીતના પગલા લઈ રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp