કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 3 જુલાઈએ ગુજરાત 3 દિવસના પ્રવાસે, આ છે કાર્યક્રમ

PC: amitshah.co.in

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કેન્દ્રીય મંત્રી બન્યા બાદ પહેલીવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પરિવાર સાથે ભગવાન જગન્નાથની રથયાત્રાની મંગળા આરતીમાં હાજરી આપ્યા બાદ એક બ્રિજનું લોકાર્પણ કરશે અને જનસંપર્ક કાર્યાલયનું ઉદ્ધઘાટન કરશે. સાથે-સાથે રાજ્યસભાની ચૂંટણીને લઇ બેઠકનો દોર પણ શરૂ કરશે.

એક રીપોર્ટ અનુસાર, 3 જુલાઈએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવશે. દર વર્ષે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રથયાત્રાના દિવસે ભગવાન જન્નાથની મંગળા આરતીમાં તેમના પરિવારની સાથે હાજરી આપતા હોય છે. તેઓ ગૃહપ્રધાન બન્યા પછી પહેલીવાર પરિવાર સાથે 4 જુલાઈએ ભગવાન જગન્નાથની મંગળા આરતીમાં ભાગ લેશે.

આ ઉપરાંત, ગૃહમંત્રી બન્યા પછી તેઓ ગુજરાતમાં પ્રથમ કાર્યક્રમમાં હાજરી આપશે અને અમદાવાદમાં ઇન્કમટેક્સ પાસે ટ્રાફિક હળવો કરવા માટે બનાવવામાં આવેલા નવા ઓવરબ્રિજનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત હવે જ્યારે તેઓ સાંસદ છે ત્યારે તેમના વિસ્તારના લોકોની સમસ્યાઓને જાણી શકાય અને સમસ્યાનો ઉકેલ લાવી શકાય, તે માટે તેઓ જનસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન પણ કરશે. આ ઉપરાંત પાંચ તારીખે રાજ્યસભાની ચૂંટણી હોવાના કારણે તેઓ ભાજપના નેતાઓ અને મંત્રી સાથે બેઠકોનો દોર પણ શરૂ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp