ચીન ગુજરાતમાં 670 કરોડનો ઔદ્યોગિક પાર્ક બનાવશે, આવી જાહેરાત 2014મા થઇ હતી!

PC: https://www.indiatoday.in

ગુજરાતમાં ચીનનો ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ધીમે ધીમે અનિશ્ચ્રિતતા ભણી ધકેલાઇ રહ્યો છે, કેમ કે સાણંદમાં 200 હેક્ટર જમીનમાં ઉભા થનારા આ પાર્ક માટે સાત વર્ષમાં માત્ર 55 હેક્ટર જમીન સંપાદન થયા પછી કાયદાકીય ગૂંચ ઉભી થઇ છે. આ પાર્ક ચાઇના એસોસિયેશન ફોર સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઇઝિસ દ્વારા ડેવલપ કરવાનો થતો હતો.

રાજ્ય સરકારે 2014માં ચીન સાથે આ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનાવવાનો કરાર કર્યો હતો. ચીન સાથે થયેલો આ કરાર 2022માં પણ અધુરો છે. રાજ્ય સરકારે વિધાનસભામાં કબૂલ કર્યું છે કે આ પાર્ક માટે ચાઇના ડેવલપમેન્ટ બેન્ક દ્વારા ફંડ સામે જમીન સંપાદન શરૂ કરવામાં આવ્યું હતું. બીજી તરફ આ એન્ટરપ્રાઇઝિસે 2019માં રાજ્ય સરકાર સાથે ધોલેરામાં 10,500 કરોડના ખર્ચે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક શરૂ કરવાની જાહેરાત પણ કરવામાં આવી હતી છતાં આ પ્રોજેક્ટનું બાળમરણ થયું છે.

ચીનના ગુજરાતમાં મૂડીરોકાણ અને પ્રોજેક્ટ અંગે ઉદ્યોગ વિભાગે એવી સ્પષ્ટતા કરી છે કે સાણંદના પ્રોજેક્ટમાં ચાઇનાના એસોસિયેશને જમીન સંપાદનની કાર્યવાહી અધુરી છોડી છે. આ પ્રક્રિયામાં રાજ્ય સરકારની ભૂમિકા માત્ર ફેસિલિટેટરની છે. 2014માં આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ 670 કરોડ રૂપિયા અંદાજવામાં આવ્યો હતો.

ચાઇનાના પ્રોજેક્ટમાં પ્રગતિ નહીં થવાનું મૂળ કારણ ભારત અને ચીન વચ્ચે વણસેલા સબંધો માનવામાં આવે છે પરિણામે ઇન્ડસ્ટ્રીયલ પાર્કનું ભાવિ ધૂંધળું બન્યું છે. ચીનના એસોસિયેશને ધોલેરાના આ પ્રોજેક્ટમાં 15000ને રોજગારી આપવાનો વાયદો પણ કર્યો હતો. હવે આ પ્રોજેક્ટ શરૂ થવાની શક્યતા જણાતી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp