ગજબ કેસઃ કોર્ટે કહ્યું- પત્નીએ પતિને આપવા પડશે દર મહિને 2000 રૂપિયા

PC: news18.com

ડિવોર્સ પછી રહેવાના ભથ્થા માટે પતિઓ સામે કેસ લડતા લડતા ઘણી પત્નીઓને તમે જોઇ હશે, પણ ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર ફેમિલી કોર્ટમાં આનાથી ઉલટો મામલો સામે આવ્યો છે. અહીં ચા વેચનારો એક વ્યક્તિ પોતાની પત્ની પાસેથી રહેવાનું ભથ્થુ મેળવવા માટે લગભગ 10 વર્ષથી કેસ લડી રહ્યો હતો. રસપ્રદ વાત એ રહી કે લગભગ એક દશકા સુધી મામલો ચાલ્યા પછી કોર્ટે તેમની દલીલો માની લીધી છે અને મહિલાને પોતાના પતિ માટે મહિનાનું રહેવાનું ભથ્થુ આપવાનો આદેશ આપ્યો છે.

મામલો મુઝફ્ફરનગરના ખલૌતી વિસ્તારનો છે. અહીં રહેનારા કિશોરી લાલના 30 વર્ષ પહેલા મુન્ની દેવી સાથે લગ્ન થયા હતા. લગ્નના અમુક સમય પછીથી બંને અલગ રહી રહ્યા હતા. મુન્ની દેવી કાનપુરમાં ભારતીય સેનામાં ચોથી શ્રેણીની કર્મચારી હતી, જ્યારે કિશોરી લાલ એક ચાની દુકાન ચલાવતા હતા. આર્મીમાંથી નિવૃત્તિ લીધા પછી મુન્ની દેવીને દર મહિને 12 હજાર રૂપિયા પેન્શન મળવા લાગ્યું.

પતિએ દાખલ કરેલો કેસ

ગરીબીમાં જીવન વ્યતિત કરનારા કિશોરી લાલે 10 વર્ષ પહેલા મુઝફ્ફરનગરની ફેમિલી કોર્ટમાં રહેનારા ભથ્થા માટે કેસ દાખલ કર્યો હતો. તેમણે કોર્ટને માગ કરી હતી કે તેઓ મુન્ની દેવીને તેમને રહેવાનું ભથ્થુ આપવાનો આદેશ આપે, કારણ કે તેમની સ્થિતિ ખાસ્સી દયનીય છે અને આવનારા દિવસોમાં વધારે ખરાબ થવાની સંભાવના છે. કિશોરી લાલે પત્નીના પેન્શનનો ત્રીજો ભાગ ભથ્થા તરીકે માગ્યો હતો. હવે 10 વર્ષ પછી ફેમિલી કોર્ટે આદેશ આપ્યો છે.

દર મહિને પતિને 2 હજાર રૂપિયા આપે પત્નીઃ કોર્ટ

કોર્ટે મહિલાને આદેશ આપ્યો છે કે તે પોતાના પતિને દર મહિને 2 હજાર રૂપિયા ગુજરાન ભથ્થુ આપે. જોકે, કિશોરી લાલ આ નિર્ણયથી સંતુષ્ટ નથી. તે પત્નીની પેન્શનમાંથી ત્રીજા ભાગની માગ કરી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે બંનેનો હજુ સુધી ડિવોર્સ પણ થયો નથી. પણ બંને હવે સાથે રહેતા નથી. જોકે, પત્નીને પોતાના પતિ માટે ગુજરાન ભથ્થુ આપવાનો આ પહેલો મામલો નથી.

આ પહેલા પણ દિલ્હીની એક કોર્ટે વેપારી પત્નીને આદેશ આપ્યો હતો કે તે ગરીબીથી ઝઝૂમી રહેલા પોતાના પતિને દર મહિને અમુક પૈસા આપે. કોર્ટે મહિલાને પોતાની 4 કારોમાંથી એક કાર પતિને સોંપવાનો આદેશ પણ આપ્યો હતો. ત્યાર પછી નીચલી અદાલતના આ ચૂકાદાને દિલ્હી હાઈકોર્ટે પણ યોગ્ય ગણાવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp