હું મારી પત્ની સાથે શારીરિક સંબંધ બાંધુ તો નિષ્ફળ રહું છું અને બીજી સ્ત્રી...

PC: khabarchhe.com

પ્રશ્ન: મારી સમસ્યા એ છે કે, હું મારી બીબી સાથે સંબંધ નથી બાંધી શકતો અને જો કોશિશ કરવા જાઉં તો નિષ્ફળ નીવડું છું. જ્યારે એક બીજી સ્ત્રી સાથે મને લગાવ છે, ત્યાં સંબંધ બાંધી શકું છું અને શરીરસુખ માણી શકું છું. તો મારી બીબીને સુખ આપવા શું કરવું જોઈએ?

ઉત્તર: તમારી વાત પરથી એટલું સ્પષ્ટ છે કે, તમારામાં કોઈ શારીરિક ખોડખાપણ કે ઉણપ નથી. કેમકે તમે એક સ્ત્રી સાથે સેક્સ માણી શકો છો. એક સ્ત્રી સાથે નથી માણી શકતા. તમને કોઈપણ સલાહ આપતા પહેલા એ જાણવું પડે કે, તમારા જીવનમાં ખરેખર શું બન્યું છે? શું તમે અન્ય સ્ત્રીનાં આકર્ષણમાં આવ્યા, તેને કારણે પત્નીમાં રસ ગુમાવી બેઠા અને પત્ની સાથે સેક્સ ભોગવવામાં અસમર્થ બની ગયા? તમારી જે અવસ્થા છે એને 'સિલેકટીવ ઇમ્પોટન્સ' કહી શકાય. અર્થાત પુરુષો ચોક્કસ સ્ત્રી સાથે નપુંસકતાનો અનુભવ કરે, બધાં સાથે નહીં.

તમારી સેક્સ સમસ્યાનું મૂળ કદાચ તમારા પત્ની સાથેના સંબંધોમાં હશે. કદાચ તમે એમને પૂરતું ચાહતા નથી. કદાચ તેઓ તરફથી તમને યોગ્ય ઉત્તેજના મળતી નથી. કદાચ તમારા સંબંધમાં એકધારાપણું, લાગણી-શૂન્યતા, જડતા, આકર્ષણનો અભાવ વગેરે પ્રવેશી ગયાં છે. અવૈધ, લગ્નેતર સંબંધોમાં વધારે કામોત્તેજના અનુભવાતી હોય છે, એવું ઘણા કહે છે. સાચી વાત હશે. પણ એનો અર્થ એ નથી કે, એનો ઉકેલ છે.

તમે ફરીથી લગ્નજીવન પ્રત્યે અભિમુખ થઈ શકો. જો ખરેખર એ દ્વારાજ આનંદ મેળવવા ઇચ્છતા હોવ તો પુંસત્વની ચિંતા છોડી પત્ની પ્રત્યે વધારે પ્રણયોન્મુખ બનો. પહેલા કામકર્ષણ આવે છે, પછી જ શિશ્નોત્થાન! નવી ક્રીડાઓ, લાગણીનાં પ્રગટીકરણો વગેરેની આજમાયશ કરો. તમે સેક્સ પત્નીને આનંદ આપવા નથી કરતાં, પણ મૂલત: તમારા પોતાના આનંદ માટે કરવા હોય છો- એવું વલણ અપનાવો. ટેમ્પરરી સોલ્યુશન તરીકે વાયેગ્રા જેવી ટીકડીઓ ચાલી શકે, પણ ડોક્ટરોને પૂછીને જ લેજો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp