જો તમારો પાર્ટનર પણ આવા બહાના બનાવતો હોય તો થઈ જજો સાવધાન ક્યાંક તમને દગો...

PC: stylecraze.com

પહેલાના સમયમાં એક કહેવત જાણીતી હતી કે જુઠાણાને પગ નથી હોતા અને આ વાત એકદમ સાચી છે. ખોટું ગમે તેટલી સાવચેતીપૂર્વક બોલવામાં કેમ ના આવે પરંતુ એક દિવસ તે સામે આવી જ જાય છે. જો તમારો પાર્ટનર ખોટું બોલી રહ્યો હોય તો તેને પકડવો ખૂબ જ સરળ છે. મહિલાઓની સિક્સ્થ સેન્સ ખૂબ જ સારી હોય છે જેને કારણે તે પોતાની આસપાસ થઈ રહેલી ખોટી બાબતો વિશે તરત જાણી જાય છે. જો પાર્ટનરની વાત હોય તો મહિલાઓ માટે એ જાણવુ મુશ્કેલ નથી કે તે તમારી સામે સાચુ બોલે છે કે ખોટું. અહીં એવા કેટલાક બહાનાઓ અને જુઠાણા વિશે માહિતી આપવામાં આવી છે, જેની મદદથી તમે સરળતાથી જાણી શકશો કે તમારો પાર્ટનર ક્યાંક તમને દગો તો નથી આપી રહ્યો ને.

હંમેશાં કામનું બહાનુ

શું ડિનરના ટાઈમ પર તમારા પાર્ટનરના ફોન પર કોઈકનો ફોન આવે છે? અથવા જરૂરી કામું બહાનુ કાઢીને તમારો પાર્ટનર ફેમિલી ટાઈમની વચ્ચેથી ઉઠીને ચાલ્યો જાય છે? આ દગો આપવાનો સૌથી મોટો સંકેત હોય છે. જ્યારે પણ તમારો પાર્ટનર તમને દગો આપી રહ્યો હોય ત્યારે તે કામને લઈને આ જ પ્રકારના બહાના બનાવે છે.

ફિગર પર વધુ પડતું ધ્યાન આપવુ

જો તમારો પાર્ટનર અચાનકથી પોતાના ફિગર પર વધુ પડતું ધ્યાન આપવા માંડે અને જિમ સ્ટાર્ટ કરી દે તો સમજી લો કે તમારો પાર્ટનર તમને દગો આપી રહ્યો છે. અથવા તો તે કોઈક અન્યને પોતાની તરફ આકર્ષિત કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. પાર્ટનરના વ્યવહારમાં આ બદલાવ દર્શાવે છે કે તે તમારી સાથે દગો કરી રહ્યો છે.

ઘરની બહાર જવાના બહાના શોધવા

જો તમારો પાર્ટનર તમને દગો આપી રહ્યો હોય તો તે પોતાની લવરને મળવા માટેના દરેક સંભવ ઉપાય શોધે છે. એવામાં તમે તેની લવરને મળવાની બેચેની સરળતાથી ઓળખી શકો છો.

અચાનક લડાઈ-ઝઘડા કરવા

જો તમારો પાર્ટનર કોઈપણ વાત વિના લડાઈ-ઝઘડો કરે અથવા વાતવાતમાં લડવાના બહાના શોધે તો તેનો મતલબ છે કે તે તમારી સાથે દગો કરી રહ્યો છે અને તમારી સાથે સંબંધને તોડવા માગે છે.

બિઝનેસ ટ્રિપ

જ્યારે દગો આપવાની વાત આવે છે ત્યારે આ પુરુષો તરફથી આપવામાં આવતા સૌથી સામાન્ય બહાનાઓ પૈકી એક છે. જો તમારો પાર્ટનર તમને કહે કે તે થોડાં દિવસો માટે બિઝનેસ ટ્રિપ પર શહેરથી બહાર જઈ રહ્યો છે તો તેની દરેક હરકત અને તેની ટિકિટ વગેરે ધ્યાનથી જુઓ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp