રીતેશ દેશમુખ ક્યારેય નથી તોડતો પત્નીએ બનાવેલો આ નિયમ, એક વાર પણ નથી થયો ઝઘડો

PC: inc42.com

બોલિવુડના બેસ્ટ કપલ્સની વાત કરવામાં આવે ત્યારે રીતેશ અને જેનેલિયા દેશમુખનું નામ અચૂક લેવામાં આવે છે. આ બંને વ્યક્તિની મેરેજ લાઈફ એવી છે કે, બીજાને થોડા સમય માટે એની ઈર્ષા આવે. જોકે, એ વાત ખૂબ ઓછા લોકો જાણે છે કે, સંબંધમાં પહેલા જેવો પ્રેમ યથાવત રાખવા માટે આ બંને વ્યક્તિએ નિયમ બનાવ્યા છે. જેનું તે ચુસ્ત પણ પાલન કરે છે.

જેના કારણે બંને વચ્ચે કોઈ પ્રકારની ખોટી વાત કે માન્યતા અથવા કોઈ ઈસ્યુ થતા નથી. આ વસ્તુ બંનેને પોતાના રિલેશનશીપમાં એટલી કામ આવી કે આજ સુધી એમના વચ્ચે કોઈ પ્રકારનો ઝઘડો થયો નથી. આ વાતનો સ્વીકાર બંનેએ પોતાના ઈન્ટરવ્યૂમાં કર્યો છે. જોકે, બધા નિયમમાંથી એક ખાસ નિયમ એવો છે જે જેનેલિયાએ બનાવ્યો છે. જેનું પાલન રિતેશ કોઈ પણ સ્થિતિમાં કરે છે. આ નિયમ રિતેશ તોડતો નથી. આ નિયમ કોઈ ટેનશન નહીં પણ ખુશી આપે છે. આ નિયમ તેને પોતાની પત્ની અને પરિવાર સાથે ક્નેક્ટ રહેવામાં પણ મદદ કરે છે. એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, બંને દિવસમાં એક વખત સાથે જમે છે. જેનેલિયાએ જણાવ્યું કે, ઘણી વખત એવું પણ થાય છે કે, બંને દિવસમાં એક વખત પણ સાથે જમી શકતા નથી અને કામને કારણે રીતેશને ઘરે આવવામાં મોડું થઈ જાય છે. આ સ્થિતિમાં જેનેલિયા રીતેશની રાહ જુવે છે અને એના આવ્યા બાદ બંને સાથે જમવા બેસે છે. જ્યારે જેનેલિયા કોઈ કારણોસર મોડી થાય છે તો રીતેશ પણ સાથે જમવા માટે રાહ જોવે છે. બંને વ્યક્તિ આ નિયમનું ચુસ્ત પણે પાલન કરે છે.

જોકે, આ વાત એક અભ્યાસમાં પણ સાબિત થઈ ચૂકી છે કે, સાથે જમવાવાળા કપલ્સ વધુ ખુશ રહે છે. ઈન્સ્ટિટ્યુટ ફોર ફેમિલી સ્ટડી યુકે દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાંથી આ વાત સામે આવી છે. મેરિડ કપલ્સ જે સાથે જમે છે તેઓ બીજા કપલ્સની તુલનામાં વધારે ખુશ હોય છે. એવું પણ અભ્યાસમાંથી જાણવા મળ્યું કે, સાથે લંચ કે ડીનર કરનારા કપલ્સ ભોજનને પણ રાજીખુશીથી અને મનભરીને જમે છે. આ ઉપરાંત તેઓ પોતાના મિલ ટાઈમને એન્જોય પણ કરે છે. બંને કોઈ ગ્રાન્ડ ઈવેન્ટ કરતા નાની નાની ખુશીઓમાં પ્રેમ કરે છે. સાથે ફરવું, ટીવી જોવું અને વાતો કરવાનું પસંદ કરે છે.

નાના એવા ઈશારાઓ પણ એમના માટે ખૂબ માન્ય રાખે છે. એક ઈન્ટરવ્યૂમાં જેનેલિયાએ કહ્યું હતું કે, પતિનો હાથ પકડીને ચાલવું પણ એમના માટે એક રોમાન્સ જ છે. રીતેશે પણ જણાવ્યું હતું કે, બંને જ્યાં પણ જાય છે ત્યારે તે પત્નીનો હાથ પકડીને ચાલે છે. સત્ય એ પણ છે કે, મોટી વસ્તુઓ કે પ્લાનિંગ કરતા નાની-નાની ખુશી, કેર વધુ રિયાલિસ્ટિક અને રિલેશનશીપને મજબુત કરે છે. જો કોઈ કપલ્સ આ વાત સમજી લે તો ખોટા પ્રેમના દેખાડા કરવા પડતા નથી.

આ બંને વ્યક્તિ વચ્ચે આજસુધી કોઈ ઝઘડો થયો નથી. બંનેએ એવું પણ સ્વીકાર્યું કે, અનેક એવી વસ્તુઓને લઈને બંનેના મત અલગ અલગ થાય છે પણ એના પર લડવા ઝઘડવાને બદલે એમાંથી રસ્તો કાઢવા અને બંનેના મત વચ્ચે જે સામાન્ય રહે છે એ જાણવા પ્રયત્નો કરે છે. આ ઉપરાંત કોઈ ઈસ્યુ સામે આવ્યો હોય તો રાત્રે સૂતા પહેલા એને શોર્ટ આઉટ કરીને સૂવે છે. જેથી એની અસર બીજા દિવસ પર ન પડે. વાત કરવાથી મુશ્કેલીનો નીવેડો આવે છે. કપલ્સે કોઈ પણ મુદ્દા પર શાંતિથી વાત કરવાથી મુશ્કેલીનો ઉકેલ આવે છે. બંનેએ એકબીજાના પક્ષને સમજવું જોઈએ. આવું કરવાથી સમસ્યાનો પણ હલ આવશે અને બંને વચ્ચે સંબંધ પણ જળવાઈ રહેશે. ખરાબ નહીં થાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp