આડા સંબંધની બે કરૂણ ઘટના, એકમાં પતિનું મોત, બીજામાં પ્રેમીનું મોત

PC: youngnfab.com

લગ્ન બાદ પતિ કે પત્નીના અન્ય સાથે સંબંધોનો કરૂણ અંજામ આવ્યો હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે પતિએ પત્નીની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. તો ક્યારેક પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. ત્યારે આવી જ એક ઘટના મોરબી અને રાજકોટમાં સામે આવી છે. બે ઘટનામાંથી એક ઘટનામાં પતિની હત્યા થઈ છે અને બીજી ઘટનામાં પ્રેમીની હત્યા થઈ છે.

રિપોર્ટ અનુસાર રાજકોટમાં જામનગર રોડ પર IOCના ડેપો પાસે રેલવેના ગ્રાઉન્ડમાં 4 મેના રોજ એક અજાણ્યા આધેડની અર્ધનગ્ન હાલતમાં લાશ મળી આવી હતી. પોલીસે આ લાશનો કબજો લઇને તને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડતાં આધેડની હત્યા થઇ હોવાનું સામે આવ્યું હતું.

પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરતાં જાણવા મળ્યું હતું કે, માધાપર ગામમાં ઈશ્વરીયા પાર્કમાં રહે છે અને તેનું નામ સાગર રાઠોડ છે. તેઓ દરજી કામ કરીને પરીવારનું ગુજરાન ચલાવતા હતા. સાગર રાઠોડ 3 મેના રોજ રામાપીર ચોકડી પાસેથી તેની પત્ની અને સંતાનો સાથે અલગ પડયા હતા. મોબાઈલમાં રિચાર્જ કરવા માટે જવાનું કહીને સાગર રાઠોડ પત્ની અને સંતાનોને મૂકીને ક્યાંક ચાલ્યા ગયા હતા. સાગર રાઠોડ જ્યારે મોબાઈલ રિચાર્જ કરાવવા ગયા તે સમયે તેમની પત્ની-પુત્રી અને પુત્ર બહેનના ઘરે ચાલ્યા ગયા હતા. મોડી રાત સુધી સાગર રાઠોડ ધરાવતા પરિવારના સભ્યોએ આ બાબતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ બાદ જાણવા મળ્યું હતું કે પોલીસને 4 મેના રોજ એક લાશ મળી હતી તે સાગર રાઠોડની છે.

ત્યારબાદ પોલીસે સમગ્ર મામલે સાગરની પત્ની સંગીતાની ઉલટ તપાસ કરતા આખો મામલો પ્રેમસંબંધનો હોવાનું સામે આવ્યું હતું. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, સાગરની પત્ની સંગીતાને સાગરના મિત્ર સંજય સાથે પ્રેમ સંબંધ છે અને બંનેના પ્રેમ સંબંધો વચ્ચે સાગર આવી રહ્યો છે. જેથી બંને 3 મેના રોજ સાગરને અવાવરું જગ્યા પર લઈ જાય અને પથ્થરના ઘા ઝીંકીને હત્યા કરી દીધી હતી. જેથી પોલીસે સમગ્ર મામલે આરોપીઓની ધરપકડ કરીને વધુ કાર્યવાહી શરૂ કરી છે.

બીજી ઘટના મોરબીમાં સામે આવી હતી. જે મોરબી સનાળા રોડ પર ગુજરાત હાઉસિંગ બોર્ડમાં વિજય કોટક નામનો વ્યક્તિ રાજકોટમાં રહેતી નસીમના પ્રેમમાં પડ્યો હતો. નસીમને વિજય કોટક સાથે પ્રેમસંબંધ હોવાની જાણ તેના પતિને ઇકબાલને થતાં પતિએ રોષે ભરાઇને વિજય કોટક અને પત્ની પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં વિજય કોટક ગંભીર રીતે ઇજા થઇ હોવાના કારણે તેને હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજયું હતું. આ મામલે મોરબી એ ડીવીઝન પોલીસે આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp