અનોખી પહેલઃ અન્નનો બગાડ ન થાય એ માટે રાજકોટના પરિવારે અપનાવ્યો આવો આઈડિયા

PC: hostelworld.com

જ્યારે પણ કોઈ લગ્ન પ્રસંગ હોય કે અવસર હોય ત્યારે ભોજનનો અનેકગણો બગાડ થતો જોવા મળે છે. પણ બુફેમાં મહેમાનોને લાઈનમાં ઊભું રહેવું ન પડે અને અન્નનો પણ બગાડ ન થાય એ માટે રાજકોટના એક માહેશ્વરી પરિવારે એક અનોખી પહેલ કરી છે. ક્યારેક કેટલા મહેમાનો આવશે એ નક્કી ન હોવાને કારણે તો ક્યારેક જરૂરિયાત કરતા વધારે ભોજન થાળીમાં લઈ લેવાને કારણે પણ ભોજનનો બગાડ થતો હોય છે.

રાજકોટના માહેશ્વરી પરિવારે એક પહેલ કરી છે કે, ઘરમાં લગ્ન પ્રસંગ હોય કે સામાન્ય જમણવાર તેઓ લગ્ન કે જન્મદિવસની ઉજવણી હોય, ત્યારે યજમાન જ મહેમાનોને સામેથી ફોન કરીને મેસેજ આપશે કે, એમના ઘરેથી કેટલા લોકો જમશે અથવા જમવા માટે ત્યાં આવશે. એક મેસેજથી લોકોની સંખ્યા જણાવી દેવાશે. માહેશ્વરી સમાજના બાળકોને પણ અન્નનો બગાડ ન થાય એવા સંસ્કાર આપવામાં આવે છે. આ બાળકો બપોરે ભોજન કર્યા બાદ જો ભોજન વધે તો ઢાંકીને મુકી દે છે અને સાંજે ફરી એ જ જમવાનું જમી લે છે. આ બાળકો માતા-પિતાને કહે છે કે, આ ભોજનને ફેંકી ન દેતા અમે સાંજે જમી લઈશું. હાલ ખાઈ શકાય એમ નથી. માતા-પિતા પણ એમની આ વાતને ખૂબ સારી રીતે સમજીને માને છે. માહેશ્વરી સમાજના દરેક પ્રસંગમાં એવા બેનર લાગેલા હોય છે કે, ‘અન્નનો બગાડ ન કરો’, ‘અન્ન બચાવો’.

આટલું જ નહીં પણ ભોજન સમારોહમાં તે બાળકોને પણ પોતાની સાથે જમવા માટે બેસાડે છે. અલગ થાળી લેવા દેતા નથી અને જો બાળક અલગ થાળીની માંગ કરે તો માતા-પિતા જાતે એમને પીરસે છે. જેથી કોઈ બગાડ ન થાય. સિનિયર સિટિઝન પણ બેથી ત્રણ વખત ઊભા થઈને જરૂરિયાત પૂરતું જ ભોજન લે છે. તેઓ જમણા હાથે ભોજન પીરસવાના બદલે ડાબા હાથે જમવાનું લે છે જેથી કોઈ બગાડ ન થાય અને ભોજન એઠું પણ ન થાય. દેશ અને દુનિયામાં લાખો લોકો ભૂખમરાનો સામનો કરી રહ્યા છે ત્યારે આ પ્રકારની પહેલ મોટું કામ કરી જશે એવી પરિવારને આશા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp