મંદિરને પણ ન મૂક્યું, રાજકોટમાં મેલડી માતાજીના મંદિરમાં જુઓ કેવી રીતે કરી ચોરી

PC: news18.com

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેવું લાગી રહ્યું છે. અવાર નવાર ચોરી, મારામારી, લૂંટ જેવી ઘટનાઓ સામે એ છે. ત્યારે વધુ એક ચોરીની ઘટના સામે આવે છે. આ ચોરીની ઘટનામાં પોલીસની રાત્રી કર્ફ્યૂની કામગીરીને લઇને ઘણા સવાલ ઉભા થઇ રહ્યા છે. રાજકોટમાં મોદી રાત્રે કેટલાક ચોરોએ માતાજીના મંદિરને ટાર્ગેટ બનાવ્યું હતું. ચોરો મંદિરમાં ઘૂસીને દાન પેટી અને ચાંદીને છત્ર સહિતની વસ્તુની ચોરી કરીને ભાગી ગયા હતા. સવારે જ્યારે લોકોને આ વાતની જાણ થઇ ત્યારે લોકોએ પોલીસને માહિતી આપી હતી. તેથી પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે મંદિરમાં લાગેલા CCTV કેમેરાની તપાસ કરતા ચાર ચોરોનું પગેરું પોલીસને મળ્યું હતું. હાલ મંદિરમાં લાગેલા CCTV કેમરાના ફૂટેજના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.

રિપોર્ટ અનુસાર રાજકોટના ફાડ ગામમાં મેલડી માતાનું મંદિર આવેલું છે. ત્યારે રાત્રીના સમયે ચાર જેટલા ચોર ઇસમોએ માતાજીના મંદિરને ટાર્ગેટ કર્યું હતું. ચાર તસ્કરોએ મંદિરના દરવાજા પર લગાવેલું તાળું તોડીને મંદિરની અંદર પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ ચોર ઇસમોએ મંદિરમાં માતાજીના ચાંદીના છત્ર સહિતના મુદ્દામાલની ચોરી કરી હતી.

દાનપેટી અને છત્ર સહિતના મુદ્દામાલની ચોરી કરીને તમામ ઇસમો ભાગી ગયા હતા. સવારે જ્યારે લોકો મંદિરમાં આવ્યા ત્યારે ચોરી થઇ હોવાનું જાણવા મળ્યું હતું. તેથી લોકોએ સમગ્ર મામલે પોલીસને જાણ કરી હતી. મેલડી માતાના મંદિરમાં ચોરી થઇ હોવાની માહિતી મળતા જ પોલીસકર્મીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા.

પોલીસે ચોરોનું પગેરું મેળવવા માટે મંદિરમાં લાગેલા CCTV કેમરામાં ફૂટેજની તપાસ શરૂ કરી હતી. CCTV ફૂટેજમાં ચાર ઇસમો માસ્ક પહેરીને મંદિરની અંદર પ્રવેશ કરતા અને રાત્રીના સમયે દાન પેટી સહિતની વસ્તુની ચોરી કરીને ભાગતા નજરે ચઢ્યા હતા. તેથી પોલીસે CCTV ફૂટેજના આધારે ચોર તસ્કરોને પકડવાની તજવીજ હાથ ધરી હતી.

માતાજીના મંદિરમાં ચોરી થતા લોકોમાં પણ રોષની લાગણી જોવા મળી રહી છે. ત્યારે રાત્રીના સમયે ચોરોના આંતકને લઇને પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠી રહ્યા છે. પોલીસ વહેલામાં વહેલી તકે આ ચોર તસ્કરોને પકડે તેવી માગ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp