નવા 24 રહેવાલાયક ગ્રહોની શોધ થઈ, જ્યાં જીવન ધરતી કરતા સારું હોય શકે

PC: readselective.com

આપણે જેટલા પણ ગ્રહોને જાણીએ છીએ, તેમાં પૃથ્વી એકલો એવો ગ્રહ છે જ્યાં જીવન હાજર છે. પણ વૈજ્ઞાનિકોનું માનવું છે કે, આપણા બ્રહ્માંડમાં એવા બીજા પણ ગ્રહ હોઇ શકે છે, જ્યાં જીવનની સંભાવનાઓ ધરતી કરતા સારી હોઇ શકે. આ ગ્રહોને સુપર હેબિટેબલ ગ્રહ કહેવાય છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે, સારી સંભાવના વાળા આ ગ્રહોને અવગણવા ન કરવા જોઇએ. શોધકર્તાઓનું માનવું છે કે, આવા અન્ય ગ્રહો પણ હોઇ શકે છે જ્યાં જીવન માટે પૃથ્વી જેવી કે તેનાથી પણ સારી સ્થિતિ મળી શકે છે.

વોશિંગ્ટન સ્ટેટ યુનિવર્સિટી અને બર્લિની ટેક્નિકલ યુનિવર્સિટીના એસ્ટ્રોબાયોલોજિસ્ટ ડર્ક શુલ્ઝ મકુચનું કહેવું છે કે, અમારું ફોકસ, પૃથ્વી જેવી સંભાવના વાળા ગ્રહો શોધવા પર છે. એવામાં હોઇ શકે કે અમારી નજરોથી તે ગ્રહ છૂટી જાય જ્યાં જીવનની સંભાવનાઓ પૃથ્વીથી વધારે સારી છે.

સંભાવના સુપરહેબિટેબલ એક્ઝોપ્લેનેટની શોધ માટે, શુલ્ઝ મકુચ અને તેમની ટીમે કેપલર ઓબ્જેક્ટ ઓફ ઇન્ટરેસ્ટ એક્ઝોપ્લેનેટ આર્કાઇવની તપાસ કરી. આ તપાસમાં લગભગ 4500 એવા પ્લેનેટરી સિસ્ટમ પર ફોકસ કરવામાં આવ્યું હતું, જેમાં એવી ચટ્ટાનો હતી જેની અંદર તરલ પાણી રહી શકે છે. આ શોધને 2020માં એસ્ટ્રોબાયોલોજી જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યું હતું. આ વૈજ્ઞાનિકોએ સૂર્ય જેવા પીળા ડ્વોર્ફ તારા વાળા ગ્રહો સિવાય, નારંગી ડ્વોર્ફ તારાને પણ જોયા, જે ઠંડા, ધુંધળા અને સૂર્યથી નાના હતા. સુલ્ઝ મકુચનું કહેવું છે કે, જીવનની સંભાવના વાળા ગ્રહોને હોસ્ટ કરવા માટે સૂર્યને સૌથી સારો તારો ન માની શકાય.

મિલ્કી વેમાં પીળા ડ્વોર્ફ તારાની તુલનામાં, નારંગી તારાની સંખ્યા લગભગ 50 ટકા વધારે છે. પોતાની આ વાતના પક્ષમાં તેમણે સૂર્ય અને આ ગ્રહોના જીવનકાળનો હવાલો આપ્યો છે. શુલ્ઝ મકુચ અનુસાર, અનુમાન લગાવવામાં આવે છે કે, આપણા સૂર્યનો જીવનકાળ લગભગ 1000 કરોડ વર્ષથી ઓછો છે, જ્યારે નારંગી તારાનો જીવનકાળ 2000થી 7000 કરોડ વર્ષ છે. પૃથ્વી પર જટિલ જીવન જોવામાં લગભગ 350 કરોડ વર્ષ લાગ્યા, આ હિસાબે નારંગી ડ્વોર્ફ તારાઓના લાંબા જીવનકાળમાં, જીવનને વિકસિત કરનારી સ્થિતિઓ બનવામાં વધારે સમય લાગ્યો હોય. પૃથ્વી લગભગ 450 કરોડ વર્ષ જુની છે, તેથી શોધકર્તાઓનું અનુમાન છે કે, જીવન માટે સૌથી સારી સ્થિતિ એવા ગ્રોહની હોઇ શકે જેનો જીવનકાળ 500થી 800 કરોડ વર્ષ હોય.

શોધકર્તાઓનું માનવું છે કે, કોઇ ગ્રહનો આકાર અને દ્રવ્યમાન પણ આ ગ્રહ પર જીવનની સંભાવનાને પ્રભાવિત કરી શકે છે. ચટ્ટાન વાળા એવા ગ્રહ જે પૃથ્વીથી મોટા હાય, તેની સપાટી પર જીવનની સારી અને વધારે સંભાવના હશે. પૃથ્વીના લગભગ 1.5 ગણા વધારે દ્રવ્યમાન વાળા ગ્રહમાં, પોતાની આંતરિક ગરમીને લાંબા સમય સુધી બનાવી રાખવાની વધારે સંભવના હશે. તેનાથી તેનો કોર પીગળ્યો હશે અને તેનું સુરક્ષાત્મક ચુંબકીય ક્ષેત્ર વધારે સમય સુધી સક્રિય રહેશે. એવામાં જીવનની ઉત્પત્તિની સંભાવના વધરે હોઇ શકે છે.

એવામાં ગ્રહ જે પૃથ્વીથી લગભગ 5 ડિગ્રી સેલ્સિયસથી વધારે થોડા વધારે ગરમ છે, સુપરહેબિટેબલ હોઇ શકે છે, કારણ કે, તેમની પાસે મોટા ઉષ્ણકટિબંધીય ક્ષેત્ર હોઇ શકે છે. પૃથ્વી પર એવા જ ક્ષેત્રોમાં વધારે જૈવ વિવિધતા જોવા મળે છે. જોકે, ગરમ ગ્રહોને પણ વધારે ભેજની જરૂર હોઇ શકે છે, કારણ કે, વધારે ગરમીથી રણ બનવાની સંભાવના વધી જાય છે.

તેના સિવાય, એવા ગ્રહો પર પણ જીવનની સંભાવના હોઇ શકે છે જેમાં પૃથ્વી જેવી જમીન હોય અને જે પૃથ્વીની જેમ જ નાના નાના મહાદ્વીપોમાં વહેંચાયેલા હોય. જ્યારે મહાદ્વીપ મોટા થઇ જાય છે, તો મહાદ્વીપોના કેન્દ્ર મહાસાગરોથી દૂર થઇ જાય છે. તેનાથી અક્સર મોટા મહાદ્વીપોના અંદરના હિસ્સાઓમાં મોટા રણ બની જાય છે. તેના સિવાય, પૃથ્વીના છીછરા પાણીમાં ઉંડા સમુદ્રોની તુલનામાં વધારે જૈવ વિવિધતા હોય છે, તેથી વૈજ્ઞાનિકો અનુમાન લગાવે છે કે, ઉથલા પાણી વાળા ગ્રહોમાં જીવનની સંભાવના વધારે હોય છે.

કુલ મળીને, શુલ્ઝ માચુક અ તેમની ટીમે 24 સુપરહેબિટેબલ ગ્રહોની ઓળખ કરી છે. તેમાંથી કોઇપણ ગ્રહ એ દરેક માપદંડોને પૂરા નથી કરી શકતો જે શોધકર્તાઓએ સુપરહેબિટેબલ ગ્રોહ માટે બનાવ્યા હતા, પણ એક ગ્રહ પર અમુક સંભાવનાઓ જોવા મળી. આ ગ્રહ છે KOI 5714.01.

કેપ્લર ઓબ્જેક્ટ ઓફ ઇન્ટરેસ્ટ 5725.01 લગભગ 550 કરોડ વર્ષ જૂનો ગ્રહ છે અને પૃથ્વીના વ્યાસનો 1.8થી 2.4 ગણો છે, તે 2965 પ્રકાશ વર્ષ દૂર એક નારંગી ડ્વોર્ફના ચારે તરફ ચક્કર લગાવી રહ્યો છે. શોધકર્તાઓનું કહેવું છે કે, કોઇ સપાટીનું એવરેજ તાપમાન પૃથ્વીની સરખામણીમાં લગભગ 2.4 ડિગ્રી સેલ્સિયસ ઠંડુ હોઇ શકે છે, પણ જો તેમાં ગરમી બનાવી રાખવા માટે પૃથ્વીની તુલનામાં વધારે ગ્રીનહાઉસ ગેસ છે, તો તે રહેવા માટે યોગ્ય હોઇ શકે છે.

આ 24 ગ્રોહમાંથી સુલ્ઝ મકુચનો પસંદગીનો ગ્રહ KOI 5554.01 છે, જે લગભગ 650 વર્ષ જૂનો ગ્રહ છે. તેનો વ્યાસ પૃથ્વીથી 0.72થી 1.29 ગણો છે. તે પૃથ્વીથી લગભગ 700 પ્રકાશવર્ષ દૂર એક પીળા ડ્વોર્ફ તારાની પરિક્રમા કરી રહ્યો છે. તે દરેક 24 સંભાવિત રૂપે રહેવા યોગ્ય ગ્રહ, પૃથ્વીથી 100 પ્રકાશ વર્ષથી વધારે દૂર છે. એટલે કે, તેમના પર સ્ટડી કરવા માટે તેમની હાઇ રિઝોલ્યુશન તસવીરો મળવી મુશ્કેલ છે, કારણ કે, નાસાના ટ્રાન્ઝિટિંગ એક્ઝોપ્લેનેટ સરવે સેટેલાઇટ સ્પેસક્રાફ્ટથી ઘણો દૂર છે. છતાં, શુલ્ઝ માકુચને આશા છે કે, ભવિષ્યના સ્પેસક્રાફ્ટ જેવા કે નવા લોન્ચ કરવામાં આવેલા જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ, નાસાનું LUVOIR સ્પેસ ઓબ્ઝર્વેટરી મિશન અવધારણા અને ESAનું પ્લેટો સ્પેસ ટેલિસ્કો, આ ગ્રોહ વિશે જાણકારી આપી શકે છે. આખરમાં શુલ્ઝ મકુચે ચેતવણી આપતા કહ્યું કે, જ્યારે, અમે સુપરહેબિટેબલ ગ્રહોની શોધ કરીએ છીએ, તો તેનો મતલબ એ નથી કે, તેમાં જીવન હોય જ. એક હેબિટેબલ કે સુપરહેબિટેબલ ગ્રહ નિર્જન પણ હોઇ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp