સાયન્ટિસ્ટનો દાવો: 200 વર્ષ કરતા પણ ઓછાં સમયમાં અન્ય ગ્રહ પર રહેશે મનુષ્ય

PC: nasa

સાયન્ટિસ્ટોએ એક શોધ દ્વારા દાવો કર્યો છે કે, 200 વર્ષથી ઓછાં સમયમાં મનુષ્ય અન્ય ગ્રહ પર રહેવા જઈ શકશે. આ માટે શું કરવું પડેશે અને કેવી રીતે શક્ય છે એ બધુ તેમણે તેમના સંશોધનમાં જણાવ્યું છે. અમેરિકાની અંતરિક્ષ એજન્સી NASAના જેટ પ્રોપ્યુલ્સન લેબોરેટરીના સાયન્ટિસ્ટ જોનાથન જિયાંગે આ દાવો કર્યો છે. તેમનુ કહેવું છે કે, પૃથ્વી અંધારાથી ઘેરાયેલી એક નાની જગ્યા છે. ફિઝીક્સ કહે છે કે આપણે બધા જરૂરીયાતની વસ્તુઓ સાથે આ નાની જગ્યામાં ફસાયેલા છીએ.

તેમનું કહેવું છે કે, ગ્રહને છોડવા માટે મનુષ્યએ ન્યુક્લિયર અને રીન્યુએબલ ઊર્જાનો ઉપયોગ કરવામાં ઝડપ કરવી જોઈએ. આ સાથે જ આ ઉર્જાનો દુરુઉપયોગ થતાં પણ અટકાવવો જોઈએ. લગભગ 60 વર્ષ પહેલાં એક સોવિયેત એસ્ટ્રોનોમરે કાર્દાશેવ સ્કેલ વિશે જણાવ્યું હતું. આ દ્વારા કોઈ પણ બુદ્ધિમાન પ્રજાતિનું તેમની ટેક્નિકલ ક્ષમતા વિશેની માપણી કરી શકાય છે.

1964માં સોવિયેત ખગોળશાસ્ત્રી નિકોલાઈ કાર્દાશેવએ બુદ્ધિમાન પ્રજાતિની ટેક્નિકલ ક્ષમતાનું અનુમાન લગાવવા માટે એક મેઝરમેન્ટ સ્કીમની વાત કરી હતી. ત્યારબાદ કાર્લ સાગને એની શોધ કરી હતી. તેમના મુજબ કાર્દાશેવ ટાઇપ– 1 પ્રજાતિ આપણા ગ્રહ પરની તમામ ઉર્જાનો ઉપયોગ કરી શકે છે. એમાં જમીનની અંદર રહેલી ઉર્જાના તમામ સ્રૌત જેવું કે ઇંધણ અને ન્યુક્લિયર ફિક્શનનો ઉપયોગ કરવામાં આવનારી વસ્તુઓનો પણ સમાવેશ થાય છે. આ સાથે જ અન્ય ગ્રહ પર જનારી ઉર્જાનો પણ એમાં સમાવેશ થાય છે. ટાઇપ– 2 પ્રજાતિ આ ઉર્જાની માત્રાનો દસ ગણો ઉપયોગ કરે છે. ટાઇપ– 3 પ્રજાતિ પૂરેપૂરી આકાશગંગાની ઉર્જાનો વધુમાં વધુ ઉપયોગ કરે છે. મનુષ્ય ટાઇપ– 1થી પણ ઘણા નીચે આવે છે. જોકે આપણી ઉર્જાની જે ડિમાન્ડ છે એ દિવસે-દિવસે વધી રહી છે.

જિયાંગનું કહેવું છે કે, ઊર્જા જે રીતે ઓછી થઈ રહી છે અને એનો ખતરો સામે દેખાઈ રહ્યો છે એને જોતા સમજી શકાય છે કે, વૈજ્ઞાનિકોને આજ સુધી એલિયન હોવાના કોઈ પુરાવા કેમ નથી મળ્યા. પૃથ્વી જો ખાસ ન હોય તેમ જ જીવન અને બુદ્ધિનો વિકાસ અનોખો ન હોય તો ગેલેક્સી અન્ય બુદ્ધિમાન પ્રજાતિયોથી ભરેલી હોવી જોઈએ. આપણે ભલે લાંબા સમયથી નહીં રહી રહ્યા હોઈએ, પરંતુ આકાશગંગા અરબો વર્ષ જૂની છે. આથી કોઈએ ને કોઈએ તો ટાઇપ– 3 સ્ટેજ સુધી પહોંચવું જોઈતું હતું. તેમણે ખૂબ જ ગંભીરરૂપે ગેલેક્સીની શોધ શરૂ કરી દેવી જોઈતી હતી.

જોકે જિયાંગનું કહેવું છે કે આપણે એકલા જ છીએ. જીવન અને વિશેષ રૂપથી બુદ્ધિમાન હોવું થોડું દુર્લભ લાગે છે. કોઈ પણ સભ્યતા તેના ઉચ્ચ વિકાસ સુધી પહોંચે ત્યાં સુધીમાં કદાચ કોઈ પ્રક્રિયા આ બુદ્ધિમાન જીવનને હટાવી દેતી હોય એવું લાગે છે. એક પ્રજાતિના રૂપથી આપણે પહેલેથી જ આત્મ-વિનાશ કરવા માટે સક્ષમ છીએ. આપણે તો હજી સુધી કાર્દાશેવના ટાઇપ- 1 સુધી પણ નથી પહોંચ્યા. મુઠ્ઠીભર દેશ પાસે આ ગ્રહના દરેક વ્યક્તિને જળમુળથી વિનાશ કરવાની પરમાણુ ક્ષમતા છે.

જિયાંગનું કહેવું છે કે, આત્મ-વિનાશથી બચવા માટેનો એક જ ઉપાય છે કે આપણે આપણી ઉર્જાનો ઉપયોગ ત્યાં સુધી લઈ જઈએ જ્યાં સુધી આપણે એક સાથે અન્ય દુનિયામાં પણ રહી શકીએ. પછી ભલે એ સોલર સિસ્ટમમાં જ કેમ ન હોય. એકથી વધુ ગ્રહ પર માનવીઓ હોય તો આત્મ-વિનાશ સામે એ જોરદાર સુરક્ષા કવચ બની રહેશે. જોકે આ માટે આપણી પાસે ઘણી ઊર્જા હોવી જરૂરી છે.

હાલમાં જ જર્નલ પ્રીપ્રિંટ સર્વર arXivમાં પબ્લિશ કરવામાં આવેલા પેપરમાં જિયાંગ અને તેની ટીમે ટાઇપ– 1 સુધી પહોંચવા માટેનો સૌથી શ્રેષ્ઠ ઉપાય શોધ્યો છે. તેમનું કહેવું છે કે, જ્યાં સુધી આપણે ન્યક્લિયર અને રીસાયકલેબલ ઉર્જાનો વધુ ઉપયોગ નહીં કરીએ ત્યાં સુધી આપણે બાયોસ્પિયરને ખૂબ જ નુક્સાન કરીશું. આ શોધમાં એ પણ દેખાડવામાં આવ્યું છે કે આગામી 20-30 વર્ષમાં ઉર્જાનો નવો વિકલ્પ મળતાં ઇંઘણનો ઉપયોગ ઓછો થઈ જશે. તેમની ટીમનું માનવું છે કે જો આપણે ઉર્જાનો ઉપયોગ આ જ રીતે ચાલુ રાખીશું તો 2371માં આપણે ટાઇપ-1 સુધી પહોંચી જઈશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp