Jio GigaFiberની કિંમતમાં મોટો ઘટાડો, હવે આટલા રૂપિયામાં મળશે

PC: bhaskar.com

મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ જીયોના બ્રોડબેન્ડ જિયો ગિગા ફાઇબરની સેવા તમે માત્ર 2,500 રૂપિયાના રિફંડબલ ડિપોઝિટ પર મેળવી શકો છો. આ ફાઈબર-ટૂ-હોમ બ્રોડબેન્ડ સેવા માટે પહેલા કંપનીએ 4,500 રૂપિયાના રિફંડબેબલ ડિપોઝિટ ચાર્જ નક્કી કર્યા હતા, પરંતુ તેમાં 2000 રૂપિયાના ઘટાડો કરવામાં આવ્યો છે. જોકે અત્યાર સુધી જીયો ગીગાફાઇબર માર્કેટમાં કોઈ પહોંચ્યું નથી, પરંતુ કંપનીના પ્રિવ્યૂ ઓફર હેઠળ દેશના ઘણા સ્થાનો પર ગ્રાહકોને સેવા આપવામાં આવી રહી છે. આ પ્રિવ્યૂ ઓફરમાં જીયો ગીગાફાઇબરની સેવાઓ મફત મળી રહેશે, પરંતુ કનેક્શન લેવા માટે યુઝરને 2,500 રૂપિયા જમા કરાવવાં પડશે જે પછીથી તેને પરત આપી દેવામાં આવશે.

બિઝનેસ સ્ટાન્ડર્ડમાં છપાયેલા અહેવાલ અનુસાર, જીયો ગીગાફાઇબર સર્વિસમાં ઘણી અન્ય વસ્તુઓ બદલાઈ ગઈ છે. જીયો ગીગાફાઇબર પ્રિવ્યૂમાં તમને 2.4 ગીગાહર્ટ્ઝ પર ઑપરેટ કરનાર સિંગલ બેન્ડ વાયરલેસ રાઉટર મળશે. એટલે કે આ જોડાણ આવા વાયરલેસ મોડ્યુલ સાથે કામ નહી કરશે જે 5Ghz પર કામ કરે છે. સ્માર્ટફોન, નોટબુક, કમ્પ્યુટર, ટેલિવિઝન સહિત મોટાભાગના ડિવાઇસિસ 5Ghz અને 2.4 Ghz બેન્ડને સપોર્ટ કરે છે, પરંતુ 5Ghz બેન્ડ સારી માનવામાં આવે છે.

ઓફરની રિફંડબેબલ ડિપોઝિટ ઘટતા સાથે કંપનીએ પ્લાનમાં મળેલી સ્પીડ પણ ઓછી કરી દીધી છે. બેન્ડવિડ્થથી પણ 100વ Mbps થી ઘટાડીને 50 Mbsp  કરી દેવામાં આવી છે. ઉપરાંત 4,500 રૂપિયા અને 2,500 રૂપિયાના પ્રિવ્યૂ ઓફરમાં કોઈ તફાવત નથી. બંનેમાં યુઝરને મહિનાનો 1,000 જીબી ડેટા મળે છે. બ્રોડબ્રૅન્ડ પ્લાન લેનારા સુધી બન્ને પ્રિવ્યૂ પ્લાન દર મહિને મફતમાં રિન્યુ થાય છે. જોકે બંને ઑફર્સમાં ડેટા અને વેલિડિટી પ્લાન અલગ હોઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp