Nokia 7.2 ભારતમાં લોન્ચ, 48 મેગાપિક્સલનો કેમેરો, જાણો કિંમત

PC: moneycontrol.com

તહેવારોની સીઝન પહેલા Nokia બ્રાન્ડના સ્માર્ટફોન બનાવનારી કંપની HMD ગ્લોબલે ભારતીય માર્કેટમાં Nokia 7.2 લોન્ચ કરી દીધો છે. Nokia 7.2 સ્માર્ટફોન ત્રણ રિયર કેમેરા, 48 મેગાપિક્સલના પ્રાઈમરી કેમેરા અને સ્નેપડ્રેગન 660 પ્રોસેસરની સાથે આવે છે. એન્ડ્રોઈડ વન પ્રોગ્રામનો ભાગ હોવાને કારણે Nokia 7.2ને નિયમિત રીતે એન્ડ્રોઈડ અપડેટ મળવાની ગેરેંટી છે.

કિંમત અને ઓફરોઃ

Nokia 7.2 ની કિંમત ભારતમાં 18,599 રૂપિયા રાખવામાં આવી છે. આ કિંમતના ફોનના 4 GB રેમ અને 64GB સ્ટોરેજ મોડેલને વેચવામાં આવશે. ફોનનો 6 GB રેમ અને 64GB સ્ટોરેજવાળો મોડેલ પણ છે. તેની કિંમત 19,599 રૂપિયા રાખવામાં આવી છે.

Nokia 7.2નું વેચાણ 23 સપ્ટેમ્બરથી ફ્લિપકાર્ટ, નોકિયા મોબાઈલ સ્ટોર અને રિટેલ સ્ટોરમાં શરૂ થઈ જશે. આ ફોન ચારકોલ અને સેયાન ગ્રીન કલરમાં મળશે.

રિટેલ સ્ટોર પર Nokia 7.2 ખરીદવા પર જો ગ્રાહક HDFC બેંકનો ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડનો ઉપયોગ કરે તો તેમને 10 ટકાનો કેશબેક મળશે. રિટેલ સ્ટોર પર આ ઓફર 30 ઓક્ટોબર સુધી ઉપલબ્ધ રહેશે.

જિયો યુઝરોને 198 રૂપિયા અને 299 રૂપિયાના રિચાર્જ પર 7,200 રૂપિયાનો ફાયદો મળશે. જેમાં જિયો તરફથી 2,200 રૂપિયાનું કેશબેક, ક્લિયરટ્રિપ તરફથી 3000 નું વાઉચર અને ઝૂમકાર પર 2000 રૂપિયાની છૂટ મળશે.

સ્પેસિફિકેશનઃ

ડ્યુઅલ સિમ Nokia 7.2 એન્ડ્રોઈડ 9 પાઈ પર ચાલશે. જેને એન્ડ્રોઈડ 10 અપડેટપણ મળશે. એન્ડ્રોઆડ વન પ્રોગ્રામનો ભાગ હોવાને કારણે ફોનને ત્રણ વર્ષ સુધી નિયમિત સિક્યોરિટી અપડેટ અને 2 વર્ષ સુધી OS અપડેટ મળશે. સાથે જ તેના યુઝરોને ગૂગલ વનની ત્રણ મહિનાની મેમ્બરશીપ પણ મળશે.

Nokia 7.2માં 6.3 ઈંચનું ફુલ HD+ ડિસ્પ્લે છે. જે HDR 10 સપોર્ટ અને ગોરિલ્લા ગ્લાસ 3ની પ્રોટેક્શનની સાથે આવે છે. સ્માર્ટફોનમાં ઓક્ટા-કોર-ક્વોલકોમ 660 પ્રોસેસરની સાથે 6 GB રેમ પણ આપવામાં આવી છે.

Nokia 7.2માં ત્રણ રિયર કેમેરા આપવામાં આવ્યા છે. જેમાં 1.79 અપર્ચરવાળો 48 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરો, 5 મેગાપિક્સલનો ડેપ્થ સેંસર અને 8 મેગાપિક્સલનો વાઈડ એંગલ શૂટર છે. 20 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો પણ છે. ફોનનું વજન 180 ગ્રામ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp