19 જુને Renault Triber પરથી ઉંચકાશે પડદો, જાણો તેની કિંમત અને ખાસિયત

PC: autocarindia.com

Renaultની કોમ્પેક્ટ MPV (મલ્ટી પર્પઝ વ્હીકલ) Triberને લઈને આતુરતાનો અંત ખૂબ જ જલદી આવવાનો છે. કંપનીએ તેનું પહેલું ટીઝર શેર કર્યું છે, સાથે જ એ જાણકારી આપી છે કે, Renault પરથી 19 જુને પડદો ઉંચકાશે. ટીઝર પરથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે, Triberનું સ્ટાઈલિંગ Renault Captureને મળતું આવે છે. Renault Triberમાં રુફ રેલ્સ પણ મળશે. Renault Triber કંપનીની લાઈનઅપમાં Kwid કરતા ઉપરના સેગમેન્ટમાં આવશે. તેની કિંમત 5.3 લાખથી 8 લાખ રૂપિયાની વચ્ચે રહેવાની આશા છે. તે Kwidના CMF-A મોડ્યૂલર પ્લેટફોર્મના મોડિફાઈડ વર્ઝન પર આધારિત છે.

Renault Triberમાં ડ્યૂઅલ ટોન ઈન્ટીરિયર મળશે. તેમાં મોટી ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ હશે. જે એન્ડ્રોઈડ ઓટો અને એપલ કારપ્લે સપોર્ટ સાથે આવશે. આ ઉપરાંત, તેમાં ડ્રાઈવિંગ-સ્ટાઈલ કોચિંગ અને ડ્રાયવર ઈકોનોમી રેટિંગ જેવા કેટાલક ઈન્ટેલીજન્ટ ફીચર્સ પણ મળશે. તે એક 7-સીટર MPV છે.

સેફ્ટી માટે Renault Triberમાં ડ્યૂઅલ ફ્રન્ટ એરબેગ્સ, ABS, રિયર પાર્કિંગ સેન્સર્સ અને સ્પીડ વોર્નિંગ સિસ્ટમ જેવા સેફ્ટી ફીચર્સ તમામ વેરિયન્ટ્સમાં મળશે. ટોપ વેરિયન્ટમાં રિયર પાર્કિંગ કેમેરો પણ મળશે. તેમાં સાઈડ એરબેગ્સ પણ આપવામાં આવી શકે છે.

Renault Triberમાં Kwidવાળું 1.0-લીટર એન્જિન હશે, પરંતુ તેમાં થોડાં બદલાવ કરવામાં આવશે. Renault Triber આ એન્જિન 75hp પાવર જનરેટ કરશે. લોન્ચિંગના સમયે તેમાં માત્ર 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ ઉપલબ્ધ હશે. થોડાં સમય બાદ 5-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સનો ઓપ્શન પણ આપવામાં આવે તેવી સંભાવના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp