સુરતમાં ખરાબ મિત્રોની સંગત છોડવા પિતાએ ઠપકો આપતા દીકરાએ કર્યો આપઘાત

PC: Dainikbuaskar.com

કોરોનાની મહામારી વચ્ચે આપઘાતના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. કોઈ વ્યક્તિએ આર્થિક સંકળામણને કારણે આપઘાત કર્યો હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે. તો કોઈ વ્યક્તિએ બીમારીના કારણે આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવે છે. ત્યારે સુરતમાં ખરાબ મિત્રોની સંગાથે ચડેલા પુત્રને પિતાએ ઠપકો આપતા દીકરાએ નદીમાં ઝંપલાવીને આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાના ત્રણ દિવસ બાદ યુવકનો મૃતદેહ નદીમાંથી મળી આવતા પરિવારના સભ્યો શોકમાં ગરકાવ થયા હતા. તો પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. રિપોર્ટ અનુસાર, સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી ભગવતી કૃપા સોસાયટીમાં હસમુખ પાનસુરીયા તેમના પરિવારની સાથે રહે છે. હસમુખ પાનસુરીયાને 17 વર્ષનો દીકરો છે અને તેમનું નામ જેનિસ છે. જેનિસ તેના ઘર નજીક આવેલી શાળામાં ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરતો હતો. 

21 મેના રોજ જેનિસ તેના ઘરના સભ્યોને કંઈ કહ્યા વગર ઘરેથી ચાલ્યો ગયો હતો ત્યારબાદ પરિવારના સભ્યોએ દીકરાની શોધ કરી પરંતુ, જેનિસ પરિવારના સભ્યોને ન મળ્યો હોવાના કારણે તેમણે સમગ્ર મામલે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ નોંધાવી હતી. તો બીજી તરફ એક અજાણ્યા ઇસમે પોલીસને માહિતી આપી હતી કે, એક યુવકે વરાછાના કલાકુંજ નજીક નવા બનેલા બ્રિજ પરથી તાપી નદીમાં છલાંગ લગાવી છે. તેથી પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસ અને ફાયરના જવાનોએ તાપીમાં છલાંગ લગાવેલા યુવકની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ યુવકનો કોઇ અતોપતો લાગ્યો ન હતો. આ ઘટનાના ત્રીજા દિવસે એટલે કે 23 મેના સોમવારના રોજ જેનિસનો મૃતદેહ તાપી નદીમાંથી મળી આવ્યો હતો. આ ઘટનાની જાણ પરિવારના સભ્યોને પોલીસે કરતા પરિવારના સભ્યો શોકમાં ગરકાવ થઇ ગયા હતા.

તો બીજી તરફ, પોલીસે સમગ્ર મામલે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, જેનિસે તાપી નદીમાં ઝંપલાવ્યું તે ઘટનાના ત્રણ દિવસ પહેલા જ જેનિસને એક બાઈક ચોરીના કેસમાં પોલીસ સ્ટેશને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ જેના પિતા દ્વારા દીકરાને ખરાબ મિત્રોની સંગત છોડી દેવા માટે ઠપકો આપવામાં આવ્યો હતો અને પિતાના ઠપકાથી માઠું લાગતા દીકરાએ આપઘાત કર્યો હોવાની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. મહત્ત્વની વાત છે કે, જેનિસે ધોરણ 12 બોર્ડની પરીક્ષા આપી અને રીઝલ્ટ આવે તે પહેલા તેણે આપઘાત કરતા પરિવારના સભ્યો શોકમાં ગરકાવ થયા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp