સુરતમાં પુત્રવધુએ વૃદ્ધ સાસુને ઘરમાં રાખવાની ના પાડી પછી...

PC: khabarchhe.com

સુરતના પાલ રોડ વિસ્તારમાંથી અભયમ મહિલા હેલ્પલાઇનને ફરિયાદ મળી હતી કે, વૃદ્ધ સાસુ જેમની માનસિક સ્થિતિ અસ્વસ્થ છે તેઓને તેમની પુત્રવધુ ઘરમાં રાખવાની ના પાડે છે. જેથી અભયમ રેસ્ક્યુ ટીમ ઉમરા તાત્કાલિક સ્થળ પહોંચી વહુ દીકરાનું કાઉન્સિલિંગ કરી વૃદ્ધ બાને તેમની સાથે રાખવા સંમત કરવામાં સફળ રહ્યા હતા.

મળતી માહિતી પ્રમાણે સુરતમાં મધ્યમ વર્ગના પરિવારમાં વિધવા માતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નર્સ તરીકે ફરજ બજાવી નિવૃત થયા હતા. હાલ તેમની ઉંમર 72 વર્ષની છે. તેઓ કેટલાક સમયથી માનસિક રીતે અસ્વસ્થ છે જેથી તેમને કઇ પણ યાદ રહેતું નથી. તેમજ કોઈ વાર ઘરમાં પેસાબ કરી લે છે અને ઘરમાં ચોકસાઈ રાખતા ન હોવાની તેમની પુત્રવધુની ફરિયાદ હતી. તેમના એક પુત્રવધુ પ્રાઇવેટ કંપનીમાં જોબ કરે છે. તેમને સાસુનું આ પ્રકારનું વર્તન પસંદ ન હોવાના કારણે સાસુને તેઓ સાથે રાખવા માંગતા નથી. જેથી તેમના પ્રોફેસર પતિ સાથે વારંવાર ઝઘડા થતા રહે છે. આ કારણે આજે ઝઘડો થતા અભયમ મહિલા હેલ્પલાઇનને ફરિયાદ મળતા દરમિયાનગીરી કરવી પડી હતી.

 અભયમ ટીમે પતિ-પત્નીને સાથે રાખી શાંતિથી સમજાવ્યુ કે, વૃદ્ધ બાની સેવા અને કાળજી રાખવી એ સામાજિક અને કાયદાકીય રીતે તમારી ફરજ છે. વૃદ્ધ બાની કાળજી રાખવા અભયમ ટીમે સલાહ આપતા જણાવ્યું કે, તમે એક આયા રાખી શકો છો. પતિ-પત્નીનો પગાર સારો છે અને માતાને પેન્શન પણ આવે છે. જેમાં તમે આયાનો ખર્ચ મેનેજ કરી શકો છો. આવી ઘણી બહેનો હોય છે જેઓને વળતર આપવાથી પરિવારના સભ્યની જેમ બાની સારસંભાળની સાથે ઘરકામમાં પણ મદદરૂપ થઈ શકે છે. આ ઉપરાંત તમે કોઈ મનોચિકિત્સકની સલાહ મુજબ બાની સારવાર કરાવો તો ઘણો ફાયદો થશે. અભયમ ટીમ દ્વારા તેમને સમજ આપતાં તેઓ બાને સાથે રાખવા સંમત થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp