પત્નીએ આત્મહત્યા કરતા પતિ 7 વર્ષની દીકરીને લઈ નદીમાં કૂદી ગયો, દીકરીનું મૃત્યું

PC: bhaskar.com

ક્યારેક સમાજમાં એવા કિસ્સા બને છે કે, પતિ-પત્નીના ડખામાં નિર્દોષ બાળકનો ભોગ લેવાય જાય છે. સાવકી દીકરીને લઈને પતિ પત્ની વચ્ચે ચળભળ થતા મામલો આત્મહત્યા સુધી પહોંચી ગયો હતો. સુરત શહેરના સરથાણા વિસ્તારમાં પુત્રીને માર મારવાના મુદ્દે દંપતિ વચ્ચે તકરાર થઈ હતી. જેમાં પત્નીએ ઝેર ગટગટાવી લીધું હતું જેમાં મુંઝાયેલા પતિને લાગ્યું કે પોતાને જેલ થશે. આ ડરમાં તેણે દીકરી સાથે કાપોદ્રા નજીક તાપી નદીમાં કુદકો માર્યો હતો.

જેમાં સ્થાનિક માછીમારોએ યુવાનને બચાવી લીધો હતો. પણ બાળકીનું મોત નીપજ્યું છે. જ્યારે આ કેસમાં પત્નીનું પણ મૃત્યું થયું છે. મૂળ જૂનાગઢના લીલવા ગામના રહેવાસી અને હાલ સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા રત્નકલાકાર સંજય તળાવિયાના પહેલી પત્ની સાથે છૂટાછેડા થયા હતા. જેનાથી એમને સાત વર્ષની દીકરી છે. જિયા એના પિતા સાથે રહેતી હતી. સંજયે એ પછી રેખાબેન નામની યુવતી સાથે બીજા લગ્ન કર્યા હતા. ત્યાર બાદ જિયા મુદ્દે બંને વચ્ચે તકરાર થતી હતી. આ ઝઘડાને કારણે રેખાબેને બુધવારે અનાજમાં નાંખવાની દવા પી લીધી હતી. જેના કારણે એમનું મોત થયું છે. આ ઘટનાથી સંજય ગભરાઈ ગયો હતો. પત્નીએ આત્મહત્યાનો પ્રયાસ કરતા જેલમાં જવું પડશે. એવું માની તે પણ આત્મહત્યા કરવા માટે જઈ રહ્યો હતો. દીકરી જિયાને લઈને તે સવજી કોરાટ બ્રીજ પાસે ભવાની સોસાયટી નજીક પહોંચ્યો. હૈયાફાટ રૂદન કર્યા બાદ દીકરી સાથે તેણે નદીમાં કુદકો મારી દીધો હતો. ત્યાં રહેલા માછીમાર રાજેશ ઉગ્રેજીયા સહિત અન્ય લોકો નદીમાં કુદી ગયા હતા. પછી સૌ કોઈએ એ યુવાનને બચાવી લીધો હતો.

સંજયને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેતું લઈ જવાયો હતો. તેણે કાપોદ્રા પોલીસે કહ્યું કે રેખા જિયાને માર મારતી હતી. તેથી બંને વચ્ચે ઝઘડા થતા હતા. રેખાબેને ઝેરી દવા પી લેતા સારવાર હેતુ હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં સારવાર દરમિયાન એમનું મોત થયું હતું. મોડી સાંજે ફાયર વિભાગને જિયાની બોડી મળી હતી. પોલીસે સંજય સામે હત્યાના ગુના હેઠળ કાયદેસરની કાર્યવાહી ચાલું કરી દીધી છે. પત્ની પતિના ડખામાં એક દીકરીનો જીવ ગયો છે. આ ઘટના સામે આવતા સમગ્ર સુરતમાં ચકચાર મચી ગઈ છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp