સુરત પોલીસનો નવતર પ્રયોગ, માત્ર એક બટન દબાવો અને પોલીસ હાજર

PC: youtube.com

સુરતમાં હવે તમારે પોલીસની મદદની જરૂર હોય અથવા તો તમારે પોલીસને કોઈ પણ પ્રકારની જાણકારી આપવી હોય અને તમારી પાસે મોબાઈલ ન હોય, તો પણ તમે પોલીસને સરળતાથી જાણકારી આપી શકશો. કારણ કે, સુરત પોલીસ હવે આધુનિક થઇ રહી છે. પોલીસે સુરતની સુરક્ષા માટે એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે. સુરત પોલીસ દ્વારા કમિશનર કચેરી નજીક એક પેનિક બટનનો ડેમો લગાડવામાં આવ્યો છે. જેની મદદથી તમે કોઈ પણ પ્રકારની માહિતી પોલીસને આપી શકો છો અથવા તો તમારે પોલીસની મદદની જરૂર હોય તો CCTV કેમેરાના પોલ પર લગાડવામાં આવેલું ઈમરજન્સી બટનને દબાવી તમે તમારો મેસેજ તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમ સુધી પહોંચાડી શકો છો.

સુરતમાં હાલ આ પાયલોટ પ્રોજેક્ટ સુરત પોલીસ કમિશનરની કચેરીની નજીક શરૂ કરવામાં આવ્યો છે. પોલીસને આ એક ડેમોમાં સફળતા મળશે તો સુરતમાં અલગ-અલગ વિસ્તારોમાં આ પ્રકારની પેનિક બટન સિસ્ટમ લગાડવામાં આવશે. જો આ સિસ્ટમ સુરતમાં અલગ અલગ જગ્યાઓ પર લાગશે તો મુશ્કેલીના સમયે જનતા તાત્કાલિક પોલીસની મદદ મેળવી શકશે.

પોલીસે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, સુરતમાં એક SOS સિસ્ટમ લગાવીને તેનો ડેમો કરવામાં આવી રહ્યો છે. આ સિસ્ટમને કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમના CCTV કેમેરા સાથે અપડેટ કરવામાં આવી છે. શહેરના રસ્તાઓ પર લગાડવામાં આવેલા CCTV કેમેરાના પોલ પર લાગેલા કેમેરા સાથે એક પેનિક બટનની મૈક્રોચીપ સિસ્ટમ લગાડવામાં આવી છે. આ પેનિક બટન મારફતે કોઈ પણ વ્યક્તિ ટ્રાફિકની કે ક્રાઈમની કોઈ પણ માહિતી કે મદદ મેળવી શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp