ભરૂચમાં ઈંડા ભરેલી વાનનો અકસ્માત થતા લોકોએ ઈંડા માટે કરી પડાપડી, જુઓ Photos

PC: youtube.com

ઘણી વાર એવા કિસ્સા પ્રકાશમાં આવે છે કે, શાકભાજી, દૂધ કે કઈ અન્ય ખાદ્ય પદાર્થ ભરેલા વાહનનો અકસ્માત થયા ત્યારે આસપાસના ગામમાં રહેતા લોકો તે વસ્તુઓ લેવા માટે પડાપડી કરતા હોય છે, પણ તમે ક્યારેય ઈંડા માટે લોકોને પડાપડી કરતા જોયા છે ખરા. આ પ્રકારનો કિસ્સો ભરૂચમાં પ્રકાશમાં આવ્યો છે.

એક રિપોર્ટ અનુસાર ભરૂચના નબીપુર નજીકથી ઈંડા ભરીને પસાર થતી એક પીકઅપ વાનને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં પીકઅપ વાન પલટી મારી જતા તેમાં રહેલી ઈંડાઓની સ્ટ્રે રસ્તા પર ઢોળાઈ ગઈ હતી. આ ઘટનાને  પગલે નજીકના ગામ લોકો ઘટના સ્થળ પર એકઠા થઇ ગયા હતા. પણ ગામ લોકો પીકઅપ વાનનો ડ્રાઈવર સલામત છે કે નહીં તે જોવાના બદલે ગામના લોકોએ ઈંડા લેવા માટે પડાપડી કરી રહ્યા હતા.

હદ તો ત્યારે થઇ ગઈ કેમ નોકરી પર જતા કેટલાક લોકો પોતાનું વાહન ઉભુ રાખીને ઈંડા લેવા માટે ગયા હતા. ગામના લોકો ઈંડા લેવા માટે ઘરેથી ડોલ અને તપેલી જેવા વાસણ પણ લઇ આવ્યા હતા. એક મહિલા પાસે વાસણ ન હોવાના કારણે તેને પોતાના સાડીના પાલવમાં ઈંડા ભેગા કર્યા હતા અને લઇ ગઈ હતી.


આ અકસ્માતમાં રસ્તા પર જ કેટલાક ઈંડાઓ ફૂટી ગયા હતા તેથી રસ્તા પર ઈંડાની રેલમછેલ જોવા મળી હતી. આ ઘટનાને પગલે સ્થાનિક તંત્ર દ્વારા તાત્કાલિક મશીન મંગાવીને રસ્તા પર ફૂટી પડેલા ઈંડાનો કચરો સાફ કરાવવામાં આવ્યો હતો અને રસ્તાનો ચોખ્ખો કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ત્રણથી ચાર દિવસ પહેલા બનાસકાંઠાના થરાદ-રાધનપુર હાઈ-વે પર આવેલા રાણકપુર ગામ પાસે તેલ ભરેલું એક ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટેન્કર લીકેજ થવાના કારણે રસ્તા પર તેલ ફરી વળ્યું હતું. આ ઘટનાની જાણ લોકોને થતા ગામ લોકો ઘટના સ્થળ પર એકઠાં થઇ ગયા હતા. ટેન્કરમાંથી તેલ નીકળતું જોઈને સ્થાનિક લોકો પોતાના ઘરેથી વાસણ લઇને આવ્યા હતા અને તેમણે તેલ લેવા માટે પડાપડી પણ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp