વેસ્ટ ઈન્ડીઝના આ સ્ટાર ખેલાડીને મળી પાકિસ્તાનની નાગરિકતા

PC: zimbio.com

એક એવો દેશ જ્યાં જવા પહેલા લોકો બે વાર વિચારે છે, અને કેટલા બધા ક્રિકેટ ખેલાડીઓ ત્યાં રમવા માટે ના પાડી ચૂક્યા છે. 2009માં શ્રીલંકાની ટીમ પર આતંકવાદી હુમલો કે પછી પાકિસ્તાન સુપર લીગ પહેલા ક્વેટામાં થયેલ બોમ્બ બ્લાસ્ટ, ત્યાંના હાલત સામાન્ય નથી. તેની વચ્ચે એક ક્રિકેટરે એવો નિર્ણય લીધો છે જે ખરેખર ચોંકાવનારો છે. વેસ્ટ ઈન્ડીઝના આ પૂર્વ કેપ્ટનને પાકિસ્તાનની નાગરિકતા જોઈએ છે. જેના માટે આ ખેલાડીએ રાષ્ટ્રપતિને અરજી પણ કરી દીધી છે.

હાલમાં આ પૂર્વ વેસ્ટ ઈન્ડીઝનો કેપ્ટન પાકિસ્તાનમાં છે. અને પાકિસ્તાન સુપર લીગ 2020માં પેશાવર જલ્મી ટીમમાં છે. તેણે આ ટીમના માલિક જાવેદ આફ્રીદીને પાકિસ્તાનમાં નાગરિકતા હાંસલ કરવાની અરજી આપી છે અને આફ્રીદીએ આ અરજીને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ સુધી પહોંચાડવાનું કામ કર્યું છે.

ટીમના માલિક જાવેદે કહ્યું કે, અમે આ ખેલાડીની પાકિસ્તાનની નાગરિકતા માટેની અરજી કરી દીધી છે. હાલમાં તેમની અરજી રાષ્ટ્રપતિ પાસે છે. હું પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને આગ્રહ કરું છે કે તેઓ આ ખેલાડી માટે સારી વાતો સામે રજૂ કરે. જેથી તેમને મંજૂરી મળી જાય.

વેસ્ટઈન્ડીઝના પૂર્વ કેપ્ટન ડેરેન સૈમીએ પાકિસ્તાનમાં નાગરિકતા મેળવવા માટે આરજી દાખલ કરાવી છે. ડેરેન સૈમી તેના નેજા હેઠળ વર્ષ 2014 અને 2018માં બે વાર વેસ્ટ ઈન્ડીઝને ICC T20 વર્લ્ડ કપ જીતાડી ચૂક્યો છે. એવામાં તેની પાકિસ્તાનની નાગરકિતા માટેની અરજી ચોંકાવનારી છે.

સૈમીએ એવા સમયે અરજી કરી છે જ્યારે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ સતત એવા પ્રયાસોમાં લાગ્યું છે કે તેમના દેશમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પાછું આવે. એવામાં ઘણી ટીમો પાકિસ્તાનમાં રમવા માટે તૈયાર થઈ છે. એટલું જ નહીં જ્યારે કોઈ પણ ખેલાડી પાકિસ્તાન જવા માટે રાજી નથી થતો તે સમયે સૈમી જ એકમાત્ર ખેલાડી હોય છે જે પાકિસ્તાનમાં રમવા માટે હા પાડી દે છે. સૈમીએ pslમાં પેશાવર જાલ્મીને એકવાર ખિતાબ પણ જીતાડ્યો છે.

તો વળી પાકિસ્તાન સરકારે સૈમીની આ અરજી સ્વીકારી લીધી છે. પાકિસ્તાન સરકાર વેસ્ટઈન્ડીઝના પૂર્વ કેપ્ટન ડેરેન સૈમીને દેશમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટની વાપસીમાં ભૂમિકા અદા કરવા માટે માનદ નાગરિતાથી સન્માનિત કરશે. આ જાહેરાત PCB એ ટ્વીટ કરી આપી છે. સૈમીને રાષ્ટ્રપતિ આરિફ અલ્વી 23 માર્ચના રોજ માનદ નાગરિકતા અને પાકિસ્તાનના સર્વોચ્ચ નાગરિકતા સન્માન 'નિશાન એ હૈદર'થી સન્માનિત કરશે.

પાકિસ્તાન આવવા બાબતે ડેરેન સૈમીએ કહ્યું, મને પાકિસ્તાન આવીને ખૂબ સારું લાગ્યું. હું પાછલીવાર 2017માં PSL ફાઈનલ માટે અહીં આવ્યો હતો. આ વખતે આ લીગને લઈને હું ઉત્સાહિત છું. દરેક દેશ તેમની જમીન પર આંતરરાષ્ટ્રીય મેચ રમતા જોવા માગે છે અને પાકિસ્તાની ફેન્સ ઘણાં વર્ષોથી આનાથી વંચિત રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp