આ ઓસ્ટ્રેલિયન ખેલાડીએ કહ્યુ- ધોની એવો ખેલાડી જેના વિશે રાષ્ટ્રપતિ-PM વાત કરે છે

PC: newsbytesapp.com

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની ફેન ફોલોઇંગ માત્ર ભારતમાં જ નહીં, પરંતુ આખી દુનિયામાં છે. ભારતને ICCની ત્રણે ટ્રોફી જીતાડનારો મહેન્દ્ર સિંહ ધોની દુનિયાનો એકમાત્ર કેપ્ટન છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં પણ તે ચેન્નાઈ સુપર કિંગ્સને 3 વાર ટાઈટલ જીતાડી ચુક્યો છે. ટીમના સક્રિય સભ્ય જ નહીં પરંતુ, ક્રિકેટર અને કમેન્ટેટર પણ ધોનીની નિર્ણય લેવાની ક્ષમતાથી પ્રભાવિત થઈ રહ્યા છે. દરેક વ્યક્તિ પાસે મહેન્દ્ર સિંહ ધોની સાથે જોડાયેલી કોઈ ને કોઈ સ્ટોરી છે. ઓસ્ટ્રેલિયાનો પૂર્વ બેટ્સમેન ડીન જોન્સને જ્યારે ધોનીના બેસ્ટ મોમેન્ટ બાબતે પૂછવામાં આવ્યું, તો જોન્સે એ પળ યાદ કરી જ્યારે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે ધોનીના લાંબા વાળના વખાણ કર્યા હતા. મુશર્રફે ધોનીને કહ્યું હતું કે, તે આ વાળોને ક્યારેય ન કપાવે.

ડીન જોન્સે કહ્યું કે, ‘હું એ સમયે કોમેન્ટ્રી કરી રહ્યો હતો જ્યારે, પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિએ તેને આ વાત કહી હતી. ધોની ખૂબ જ સ્ટાઈલિસ્ટ ખેલાડી છે. ત્યાં સુધી કે, રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન પણ તેની બાબતે વાત કરવાનું પસંદ કરે છે. ધોની મેદાન પર જે યુનિક વસ્તુ કરે છે તે કમાલ છે. તે યુવાઓને પ્રેરિત કરનારો ખેલાડી છે. તેને મેદાન પર રમતા જોવાનો અનુભવ શાનદાર છે. ધોની મેદાન પર એવી વસ્તુ કરે છે કે જોનારા દંગ રહી જાય છે. જો તમે જોશો તો ખબર પડશે કે મોટાભાગના દર્શકો ખુરશીના કિનારા પર બેઠા હોય છે. કારણ કે કોઈને ખ્યાલ નથી હોતો કે તે આગળ શું કરવા જઈ રહ્યો છે.

ડીન જોન્સે કહ્યું કે, ‘હું ધોનીનો ખૂબ જ મોટો ફેન છું. મને લાગે છે કે તે ભારતના ટોચના 6 મહાન ક્રિકેટરોમાંથી એક છે. તેની પાસે એક IPL છે અને જો બીજા છોકરા નથી આવતા તો તે વર્લ્ડ કપમાં આવી શકે છે. એટલે આ મોટો અવસર છે અને જેટલું આપણે ધોનીને જાણીએ છીએ તે પોતાને તેના માટે તૈયાર કરશે. મને આશા છે કે તે આગળ વધશે. તે એક ગ્રેટ એન્ટરટેઇનર છે, મને આશા છે કે તે IPLમાં શાનદાર પ્રદર્શન કરશે. હું આગળ જોઈ રહ્યો છું કે તે કઈ રીતે રમે છે. IPL 2020ની ઓફિશિયલ તારીખ નક્કી થઈ ગઈ છે. ધોની ફરી એકવાર મેદાન પર નજરે પડશે. IPL 2020 UAEમાં 18 નવેમ્બર સુધી રમાવાની છે. ધોનીએ તેની છેલ્લી ઇન્ટરનેશનલ મેચ વર્લ્ડ કપ વર્ષ 2019માં રમી હતી. તે વર્લ્ડ કપની સેમિફાયનલ હતી. જે ભારત અને ન્યુઝીલેન્ડ વિરુદ્વ રમાઈ હતી. આ મેચમાં ભારતે હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ ધોની ક્રિકેટથી દૂર છે. હવે તે IPL સાથે ફરી એકવાર ક્રિકેટના મેદાનમાં ઉતરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp