ક્રિકેટ ઈતિહાસની સૌથી મોંઘી ઓવર, જ્યારે 6 બોલમાં બનાવ્યા 77 રન, અકબંધ છે રેકોર્ડ

PC: india.postsen.com

ભારતીય ક્રિકેટર ઋતુરાજ ગાયકવાડે વિજય હજારે ટ્રોફીની ક્વાર્ટર ફાઈનલમાં ઈતિહાસ બનાવી દીધો છે. 25 વર્ષના જમણેરી આ યુવાન બેટ્સમેને ઉત્તર પ્રદેશ વિરુદ્ધની મેચમાં શિવા સિંહની એક જ ઓવરમાં 7 સિક્સની મદદથી કુલ 43 રન બનાવીને નવો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામ પર કરી દીધો છે. હવે તે પ્રથમ શ્રેણીમાં એક ઓવરમાં સૌથી વધુ સિક્સ મારનારો દુનિયાનો પહેલો ક્રિકેટર બની ગયો છે. જોકે 43 રન બનાવવા છતાં આ ઓવર ક્રિકેટ ઈતિહાસની સૌથી મોંઘી ઓવર નથી.

ક્રિકેટ ઈતિહાસની સૌથી મોંઘી ઓવર નાંખવાનો અણમાનીતો રેકોર્ડ હજુ પણ ન્યુઝીલેન્ડ માટે ચાર ટેસ્ટ રમનારા પૂર્વ ક્રિકેટર બર્ટ વેન્સના નામ પર છે. જ્યારે એક ઓવરમાં સૌથી વધુ રન બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ તેમના હમવતની લી જર્મનના નામ પર છે. અસલમાં 90ના દશકમાં પ્રથમ શ્રેણીની મેચ દરમિયાન વેલિંગ્ટનના ખેલાડી બર્ટ વેન્સે કેન્ટબરી વિરુદ્ધની મેચમાં એક ઓવરમાં કુલ 77 રન આપી દીધા હતા. આ દરમિયાન તેણે 22 બોલ નાંખી હતી. આ ઓવરમાં લી જર્મને એકલા 70 રન માર્યા હતા.

આખો મામલો વોશિંગ્ટન શેલ ટ્રોફીનો છે. કેન્ટબરી વિરુદ્ધ વેલિંગ્ટનની ટીમ જીતની નજીક હતી અને આ તેમની સીઝનની છેલ્લી મેચ હતી. અંતિમ દિવસે વેલિંગ્ટનની ટીમે પોતાની બીજી ઈનિંગને જાહેર કરી કેન્ટબરીની સામે 59 ઓવરમાં 291 રનનો લક્ષ્ય આપ્યો હતો. તેના જવાબમાં કેન્ટબરીની ટીમ 108 રનના સ્કોર પર 8 વિકેટ ગુમાવી બેઠી હતી. પરંતુ જર્મન અને રોજર ફોર્ડે ઈનિંગને સંભાળતા ધીમે ધીમે સ્કોર આગળ વધારવાનો શરૂ કર્યો અને 58 ઓવરમાં સ્કોરને 192 રન પર પહોંચાડી દીધો હતો.

કેન્ટબરીના જર્મન ત્યારે 75 રન બનાવીને નોટ આઉટ હતો અને તેની ટીમને જીત માટે 95 રનની જરૂર હતી. પરંતુ તે વખતે વેલિંગ્ટનના કેપ્ટને બર્ટ વેન્સની સાથે મળીને આ બંને ખેલાડીઓને આઉટ કરવા માટે એક અજીબોગરીબ પ્લાન બનાવ્યો હતો. વેલિંગ્ટનનો કેપ્ટનનો વિચારતો હતો કે તે જર્મન અને ફોર્ડને સરળ બોલ ફેંકશે અને વધારેમાં વધારે રન બનાવશે અને આ દરમિયાન બંને ખેલાડી ભૂલ કરી બેસશે અને પોતાની વિકેટ ગુમાવી દેશે. પરંતુ એવું કંઈ થયું નહીં અને એક અલગ જ રેકોર્ડ બની ગયો. પહેલી ઓવર કરવા ઉતરેલા વેન્સે સતત નો બોલ ફેંક્યા અને શરૂઆતની 17 બોલમાં માત્ર એક જ લીગલ ડિલીવરી નાંખી હતી, આ દરમિયાન જર્મને સતત 5 સિક્સ મારીને પોતાના 100 રન પૂરા કરી લીધા હતા.

તેણે તે ઓવરમાં કુલ 8 સિક્સ અને 5 ચોગ્ગા માર્યા હતા. જ્યારે ફોર્ડે પણ બે બોલમાં 5 રન બનાવ્યા હતા. આ ઓવર પછી સમીકરણ પણ ઘણા ઝડપથી બદલાઈ ગયા અને કેન્ટબરીની ટીમને હવે જીત માટે અંતિમ ઓવરમાં 18 રનની જરૂર હતી. જર્મને અંતિમ ઓવરમાં શરૂઆતની 5 બોલ પર 17 રન બનાવી લીધા હતા પરંતુ, અંતિમ બોલ પર ફોર્ડ રન લઈ શક્યો ન હતો અને મેચ ડ્રોની સાથે સમાપ્ત થઈ ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp