પહેલી ટેસ્ટ હાર્યા બાદ કોહલી બોલ્યોઃ લોકો રાયનો પહાડ બનાવવા માગે તો અમે...

PC: twimg.com

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને એ સ્વીકાર કરવામાં કોઈ ખચકાટ નથી કે ન્યૂઝીલેન્ડે પહેલી ટેસ્ટ મેચમાં ભારતને દરેક વિભાગમાં માત આપી છે. ન્યૂઝીલેન્ડે વેલિંગ્ટનના બેસીન રિઝર્વ ખાતેની પ્રથમ ટેસ્ટમાં ભારતને 10 વિકેટે હરાવી 2 ટેસ્ટની સીરિઝમાં 1-0ની લીડ મેળવી છે. કીવી ટીમને પહેલી ઈનિંગમાં 183 રનની લીડ મળી હતી. ભારત બીજી ઇનિંગમાં 191 રનમાં ઓલઆઉટ થતા કીવી ટીમને 9 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. જે તેમણે 1.4 ઓવરમાં વિના વિકેટે ચેઝ કરી લીધો હતો. ન્યૂઝીલેન્ડ ત્રીજીવાર ભારત સામે 10 વિકેટે જીત્યું છે.

ભારતીય ક્રિકેટ ટીમની વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં આ પહેલી હાર છે. જે ભારતને બેટ્સમેનોની નિષ્ફળતાને કારણે મળી છે. કોહલીએ મેચ બાદ કહ્યું કે, અમે જાણીએ છીએ કે અમે સારી રમત રમી નથી. પણ લોકો જો રાયનો પહાડ બનાવવા માગે છે તો અમે કશું કરી શકીએ એમ નથી. કારણ કે અમે એવું વિચારતા નથી. પણ કોહલીએ કહ્યું કે જો અમુક લોકો 10 વિકેટની હાર પર ‘રાયનો પહાડ’ બનાવવા માગે છે તો તેમાં તે કઈ કરી શકે એમ નથી.

કોહલીએ કહ્યું કે, મને એ સમજ નથી આવતી કે એક ટેસ્ટ મેચમાં હારને આ રીતે શા માટે જોવામાં આવી રહી છે કે જાણે ટીમ માટે દુનિયા જ સમાપ્ત થઈ ગઈ. અમુક લોકો માટે આ દુનિયાનો અંત હોઈ શકે છે પણ એવું નથી. અમારા માટે આ ક્રિકેટની એક મેચ હતી, જેમાં અમે હારી ગયા, અમે તેનાથી આગળ વધી ગયા છે અને માછુ ઊંચુ રાખીએ છે.

કોહલીએ કહ્યું, અમે એ વાતને સમજીએ છે કે સ્વદેશમાં પણ જીતવા માચે સારું રમવું પજે છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર કઈ સરળ નથી હોતું. કારણ કે ટીમ આવશે અને તમને હરાવશે. તમે તેનો સ્વીકાર કરો છો અને તેને એક ટીમ તરીકે અમારા ચરિત્રની ખબર પડે છે.

કોહલીએ કહ્યું કે, તમે બેટિંગ કરવા આવો ત્યારે એવું ન વિચારી શકો કે મારે દર વખતે રન કરવાના છે. તમારે યોગદાન આપવું છે, પરંતુ જો તેમ ન થાય તો પોતે પોતાની વધુ પડતી ટીકા કરવાની જરૂર નથી. હું આગામી ટેસ્ટમાં ટીમ માટે વિનિંગ યોગદાન આપવા પ્રયત્ન કરીશ. તે સાથે જ હું શું કરું છું તે મહત્ત્વનું નથી. આ ટૂરમાં મારા પ્રદર્શનની વાત નથી. જો ટીમ જીતે તો 40 રન પણ ઘણા છે. જો ટીમ હારે તો સેન્ચુરી પણ નકામી છે. હું આ માઈન્ડસેટ સાથે જ આગળ વધીશ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp