ટીમ ઇન્ડિયાના કોચના મતે આ ખેલાડી છે હાર્દિક પંડ્યાનો ઓપ્શન

PC: hindustantimes.com

જ્યારે ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી, ત્યારે ઘણા ક્રિકેટ એક્સપર્ટ્સ અને ક્રિકેટ ફેન્સને આશ્ચર્ય થયું હતું કે, આખરે આ ટીમમાં હાર્દિક પંડ્યાને જગ્યા શા માટે ના મળી. બુધવારે ટીમ ઈન્ડિયાના બોલિંગ કોચ ભરત અરૂણે એક નિવેદન આપીને આ સવાલનો જવાબ આપી દીધો છે. ભરત અરૂણે કહ્યું કે, શાર્દુલ ઠાકુરની અંદર ઓલરાઉન્ડર બનવાનું પોટેન્શિયલ છે, અને એ વાત તે સાબિત કરી ચુક્યો છે. ભારતીય ટીમ હાર્દિક પંડ્યાની ઈજા બાદથી તેનો વિકલ્પ શોધી રહી છે. જણાવી દઈએ કે, હાર્દિક પંડ્યાને ઈંગ્લેન્ડ પ્રવાસની ટેસ્ટ ટીમમાં એટલા માટે જગ્યા ના મળી, કારણ કે તે બોલિંગ કરવામાં સક્ષમ નથી.

મીડિયા સાથે વાતચીત દરમિયાન ભરત અરૂણે જણાવ્યું હતું કે, બીજા વિકલ્પ પર નિર્ણય પસંદગીકાર કરશે, પરંતુ શાર્દુલ ઠાકુરે પોતાનો દાવો રજૂ કર્યો છે. ભરત અરૂણે કહ્યું કે, વિકલ્પ શોધવા એ પસંદગીકારોનું કામ છે અને ત્યારબાદ અમે તેમના વિકાસમાં મદદ કરીએ છીએ. શાર્દુલે એ સાબિત કર્યું છે કે, તે ઓલરાઉન્ડર બની શકે છે. તેણે ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન જે કર્યું હતું એ કમાલ હતું.

ભરત અરૂણે એ પણ માન્યું કે, હાર્દિક પંડ્યા જેવો ઓલરાઉન્ડર શોધવો મુશ્કેલ કામ છે. જણાવી દઈએ કે, હાર્દિક પંડ્યાએ વર્ષ 2018માં ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન જ અંતિમ ટેસ્ટ રમી હતી. ત્યારબાદ વર્ષ 2019માં તેની કમરમાં ઈજા થઈ હતી અને IPL 2021માં તેના ખભામાં પણ ઈજા થઈ હતી. ભરતે અરૂણે કહ્યું કે, હું આશા રાખું છું કે અમે તેના જેવા બોલર્સ તૈયાર કરી શકીએ. હાર્દિક એક અદ્ભુત પ્રતિભા છે, પરંતુ દુર્ભાગ્યથી તેની કમરનું ઓપરેશન કરવું પડ્યું અને ત્યારબાદ ફરી ફોર્મમાં આવવું થોડું મુશ્કેલ છે. તેણે ઈંગ્લેન્ડ વિરુદ્ધ બોલિંગ કરી હતી, મને લાગે છે કે, તેણે સારું કામ કર્યું. પરંતુ તેને જાળવી રાખવા માટે અમારે તેનું ધ્યાન રાખવું પડશે અને તેણે મજબૂત બનવું પડશે. આથી, અમને હાલ સીમ બોલિંગ ઓલરાઉન્ડરની જરૂર છે. ઘરેલૂં ક્રિકેટમાં કેટલાક એવા ખેલાડી હોવા જોઈએ. અમને હજુ સુધી ઘરેલૂં ઓલરાઉન્ડર્સને જોવાની તક નથી મળી.

ઉલ્લેખનીય છે કે, ભારતે ઈંગ્લેન્ડમાં છ ટેસ્ટ મેચ રમવાની છે. તેની શરૂઆત ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાયનલથી થશે. પછી ઓગસ્ટમાં ઈંગ્લેન્ડ સામે પાંચ મેચ રમવાની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp