ગંભીરે આ ખેલાડીને ગણાવ્યો RRના ખરાબ પરફોર્મન્સનું કારણ, કહ્યું- તેને કરો બહાર

PC: news18.com

રાજસ્થાન રોયલ્સ (RR)એ રવિવારે રાત્રે મુંબઈ ઈન્ડિયન્સને 8 વિકેટથી હરાવીને IPL 2020માં પોતાની ચોથી મેચમાં જીત મેળવી છે. આ મેચ જીત્યા બાદ પણ તેના પ્લેઓફમાં પહોંચવાની આશા ઓછી દેખાઈ રહી છે. IPL 2020માં રાજસ્થાન રોયલ્સના ખરાબ પરફોર્મન્સનું કારણ પૂર્વ ઓપનિંગ બેટ્સમેન ગૌતમ ગંભીરે કેપ્ટન સ્ટીવ સ્મિથને ગણાવ્યો છે. આ સાથે જે તેણે કહ્યું છે કે, રાજસ્થાન સ્ટીવ સ્મિથને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરીને કોઈ અન્ય વિદેશી ખેલાડીને તક આપી શકે છે. ઈએસપીએનક્રિકઈન્ફો સાથે વાત કરતા ગૌતમ ગંભીરે કહ્યું, સાચુ કહું તો, મને લાગે છે કે, સ્ટીવ સ્મિથ રાજસ્થાન રોયલ્સની સૌથી મોટી સમસ્યા છે. હું આ પહેલા દિવસથી જ કહેતો આવ્યો છું.

ગૌતમ ગંભીરે આગળ કહ્યું, સ્ટીવ સ્મિથે પોતાને બહાર કરવો જોઈએ અને રાજસ્થાન રોયલ્સે ઓશેન થોમસ અથવા તો અન્ય કોઈ વિદેશી ખેલાડીને તેની જગ્યાએ તક આપવી જોઈએ, જેથી તે જોફ્રા આર્ચરની મદદ કરી શકે. તેનાથી આર્ચરનું પરફોર્મન્સ હજુ આગળ વધશે. ગૌતમ ગંભીરે વધુમાં કહ્યું હતું કે, જે પણ કેપ્ટન બનશે તે આર્ચરનો સારો ઉપયોગ કરી શકશે. મને દિલ્હી વિરુદ્ધ તેની મેચ યાદ છે, જ્યારે દિલ્હી 10 રન પર પોતાની બે વિકેટ ગુમાવી ચુક્યું હતું અને આર્ચરે તે દરમિયાન બે ઓવર નાંખી હતી, જો તે સમયે કોઈ વિદેશી ખેલાડી ટીમમાં હોત તો આર્ચર ત્યાં ત્રણ ઓવર નાંખી શકતો હતો અને મેચમાં રાજસ્થાન પોતાની પકડ હજુ વધુ મજબૂત બનાવી શકતે.

IPL 2020માં સતત બે હાફ સેન્ચ્યૂરીની સાથે શરૂઆત કરનારા સ્મિથ તબક્કાવાર રન બનાવવામાં નિષ્ફળ રહ્યો છે. અત્યારસુધી રમાયેલી 12 મેચોમાં તેણે 25.09ની સરેરાશથી 276 રન જ બનાવ્યા છે. મુંબઈ વિરુદ્ધ રવિવારે રમાયેલી મેચમાં પણ સ્મિથ 11 રન બનાવીને પેવેલિયન પાછો ફર્યો હતો, જોકે સ્ટોક્સની સદી અને સેમસનની હાફ સેન્ચ્યૂરીની મદદથી રાજસ્થાન મેચ 8 વિકેટથી જીતવામાં સફળ રહ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, સનરાઈઝર્સ હૈદરાબાદ સામે મળેલી હાર બાદ સ્ટીવ સ્મિથે પોતાની ભૂલનો સ્વીકાર કરતા કહ્યું હતું કે, મનીષ પાંડે અને વિજય શંકરે જે રીતે બેટિંગ કરી તેને કારણે મેચ જીતથી દૂર થઈ ગઈ. અમારે જોફ્રા પાસે શરૂઆતમાં જ ત્રણ ઓવર કરાવી લેવી જોઈતી હતી, ટીમના અન્ય ખેલાડીઓએ તેને માટે મને કહ્યું પણ હતું, પરંતુ મેં એવુ ના કર્યું. કદાચ ત્યાં જ મારી સૌથી મોટી ભૂલ થઈ ગઈ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp