ભૂતકાળ ભૂલીને દિલથી મળ્યા શ્રીસંત અને હરભજનસિંહ, ચાહકોને યાદ આવ્યું સ્લેપગેટ

PC: aajtak.in

T20 વિશ્વકપ 2007માં ભારતીય ક્રિકેટ ટીમે અસાધારણ જીત મેળવી હતી. ફાઈનલની મેચમાં અંતિમ કેચ પકડવાનો શ્રેય શ્રીસંતને જાય છે. શ્રીસંત ફરી એકવખત ચર્ચામાં છે. મેચ ફિક્સિંગના આરોપનો અંત આવતા શ્રીસંત હવે ગ્રાઉન્ડ પર પરત ફર્યો છે. તેણે કમબેક કરી દીધું છે. તાજેતરમાં જ તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પરથી એક ફોટો શેર કર્યો હતો. જેમાં તે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી હરભજનસિંહ સાથે જોવા મળ્યો હતો. શ્રીસંતનો આ ફોટો સોશિયલ મીડિયામાં જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે.

મંગળવારે તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર હરભજનસિંહ સાથે એક ફોટો શેર કર્યો હતો. જેમાં તેણે લખ્યું કે, લેજન્ડ હરભજનસિંહ સાથે. શાનદાર સાંજ માટે આભાર. ભજ્જુ પાને ખૂબ પ્રેમ અને સન્માન. આ ફોટો ઘણા બધા લોકોએ લાઈક કર્યો છે. શ્રીસંત અને હરભજનનો એક મોટો ક્રિકેટ ઈતિહાસ રહ્યો છે. જ્યારે શ્રીસંત ક્રિકેટ ફિલ્ડમાં એક્ટિવ હતો ત્યારે એક વખત IPLટુર્નામેન્ટમાં બંને વચ્ચે મોટા વિવાદ થયા હતા. શ્રીસંતે આરોપ મૂક્યો હતો કે, મેચ ખતમ થયા બાદ હરભજનસિંહે એને થપ્પડ મારી દીધી હતી. IPLની પહેલી સીઝનમાં હરભજન અને શ્રીસંત વચ્ચે આ વિવાદ થયો હતો. એ સમયે શ્રીસંત કિંગ્સ 11 પંજાબમાંથી રમી રહ્યો હતો. જ્યારે હરભજન મુંબઈ ઈન્ડિયન્સમાંથી. પછી બંને ખેલાડીઓએ અંદરોઅંદર વાતચીત કરીને આ વિવાદનો અંત કર્યો. શ્રીસંતે આ મામલાના નીવેડાનો શ્રેય સચીન તેંડુલકરને આપ્યો હતો. IPL મેચમાં ફિક્સિંગ વિવાદ બાદ શ્રીસંત પર પ્રતિબંધ મૂકાયો હતો. જે હવે ખતમ થઈ ચૂક્યો છે. શ્રીસંત ડોમેસ્ટિક ક્રિકેટમાં પરત ફર્યો છે.

IPLઑક્શનમાં પણ તેમણે સારા પ્રયત્નો કર્યા હતા. પણ એમની કોઈ રીતે પસંદગી થઈ નહીં. ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)એ 36 વર્ષીય ક્રિકેટર એસ. શ્રીસંત પરથી આજીવન પ્રતિબંધ ઘટાડીને 7 વર્ષ કરી દીધો હતો. જેના કારણે એને મોટી રાહત મળી હતી. માર્ચ 2019માં શ્રીસંત પર સુપ્રીમ કોર્ટે IPL સ્પોટ ફિક્સિંગ મામલે આજીવન પ્રતિબંધ હટાવી દીધો છે. જુલાઈ 2015 માં, શ્રીસંત, અંકિત ચવ્હાણ અને અજિત ચંડીલા સહિતના સામે સ્પોટ ફિક્સિંગ કેસમાં તમામ 36 આરોપીઓને પટિયાલા હાઉસ કોર્ટે ગુનાહિત કેસમાં નિર્દોષ જાહેર કર્યા હતા. હવે જોવાનું એ રહે છે કે, શ્રીસંત કેવી રીતે કોઈ મોટી ટીમ સાથે જોડાઈને પોતાની ક્રિકેટ કેરિયરને આગળ વધારી શકે છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp