IPL: અમદાવાદ અને દિલ્હીમાં આ કારણે તૂટ્યું બાયો બબલ, જાણવા મળ્યા આવા કારણો

PC: scroll.in

ક્રિકેટના ખેલાડીઓ અને સ્પોર્ટ્સ સ્ટાફને કોરોના વાયરસનું સંક્રમણ લાગ્યા બાદ IPL ટુર્નામેન્ટ આ વર્ષે રદ્દ કરવામાં આવી છે. આ સીઝન સ્થગીત કરવા પાછળનું કારણ પણ સામે આવ્યું છે. BCCI તરફથી ટુર્નામેન્ટના બીજા તબક્કા માટે દિલ્હી અને અમદાવાદની પસંદગી કરવામાં આવી હતી. પણ પ્રેક્ટિસ માટેની સારી સુવિધાનો અભાવ છે. એક એવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે, આ સમયગાળા દરમિયાન કોવિડ પ્રોટોકોલનું ઉલ્લંઘન થયું છે.

માત્ર ખેલાડીઓ જ નહીં પણ ટીમનો સ્ટાફ પણ કોરોનાથી સંક્રમિત થયો છે. આવા તમામ કારણોસર લીગ 29 મેચ બાદ વચ્ચેથી સ્થગીત કરવી પડી છે. આ અંગે BCCI સાથે જોડાયેલા એક અધિકારીએ જણાવ્યું હતું કે, બોર્ડ અને રાજ્ય ક્રિકેટ એસો. એવું માને છે કે, દિલ્હી અને અમદાવાદમાં બીજા તબક્કાની મેચ યોજવાનો નિર્ણય ખોટો હતો. ચાર ટીમ દરેક શહેરમાં હતી. મુખ્ય મેદાન સિવાય પણ આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ પ્રાપ્ય થતી હતી. આ ઉપરાંત, મેચ પણ યોજાઈ હતી. અન્ય પ્રેક્ટિસ મેચ માટે જે મેદાન પૂરા પાડવામાં આવ્યા હતા ત્યાંથી કોરોના સંક્રમણમાં આવે એવી પૂરી સંભાવના હતી. દિલ્હીમાં ચેન્નઈ સુપરકિંગ્સની ટીમે રોશનઆરા ક્લબના ગ્રાઉન્ડમાં પ્રક્ટિસ કરી હતી. એ જ વખતે ગુજરાતના અમદાવાદમાં હાજર ટીમે સુવિધાના અભાવે ગુજરાત કોલેજના મેદાનમાં પ્રેક્ટિસ કરી હતી. આ બંને પ્રેક્ટિસ ગ્રાઉન્ડ ભીડભાડવાળા તેમજ શહેરના જૂના વિસ્તારોમાં આવેલા છે. અમદાવાદના મોટેરામાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આસપાસનું ગ્રાઉન્ડ હજુ સંપૂર્ણ રીતે તૈયાર થયું નથી.

પ્રેક્ટિસ દરમિયાન અહીં ખેલાડીઓ મોટા શોટ રમી શકે એમ નથી. એટલા માટે ટીમ ગુજરાત કૉલેજના ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ કરવા માટે ગઈ હતી. જોકે, આ નિર્ણય જોખમી હતો. માળી, સુરક્ષાકર્મી તેમજ અન્ય સ્ટાફ પણ પહેલેથી જ ત્યાં હાજર રહ્યા હતા. એવામાં ખેલાડીઓના સંક્રમિત થવાની શક્યતા વધારે હતી. કોલકાતા નાઈટ રાઈડર્સ સિવાય અન્ય બે ટીમે અહીંના ગ્રાઉન્ડ પર પ્રેક્ટિસ કરી હતી. ત્યારબાદ કોલકાતા નાઈટ રાઈડર્સના ખેલાડી પોઝિટિવ આવવા લાગ્યા હતા. માત્ર અમદાવાદ જ નહીં રાજધાની દિલ્હીમાં પણ રોશનઆરા ક્લબ ગીચ વિસ્તારમાં હતું. જ્યાં સ્થાનિક સ્ટાફનો પણ આવરોજાવરો રહેતો હતો. જ્યાં ખેલાડીઓ સંક્રમિત થઈ શકે એવી પૂરી સંભાવના હતી. આ ઉપરાંત, દિલ્હીમાં જે હોટેલની પાસે ટીમ રોકાઈ હતી. ત્યાં નજીકમાં જ જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટીનું ગ્રાઉન્ડ છે. જે સુરક્ષિત હતું. ડ્રેસિંગરૂમ પણ સારો હતો. પણ પીચની સમસ્યા હતી. બની શકે છે કે, આ કારણે ટીમે રોશનઆરા મેદાન પર પ્રેક્ટિસ કરી હશે. બીજા તબક્કામાં ટુર્નામેન્ટની મેચ દિલ્હી અને અમદાવાદમાં રમાવવાની હતી. 20 મેચનું આયોજન હતું. એમાંથી 12 મેચ અમદાવાદ અને 8 મેચ દિલ્હીમાં રમાવવાની હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp