IPL 2020ને વિદેશમાં આયોજિત કરી શકે છે BCCI, આ બે દેશ આપી ચુક્યા છે ઓફર

PC: indianexpress.com

ઘાતક કોરોના વાયરસના કારણે BCCIએ IPL સીઝન 13ને અનિશ્ચિત કાળ માટે સ્થગિત કરી દીધી છે. જોકે, BCCI IPLની 13મી સીઝનનું આયોજન 25 સપ્ટેમ્બરથી 1 નવેમ્બરની વચ્ચે કરાવવા અંગે વિચારી રહ્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર, BCCIના એક સુત્રએ જાણકારી આપી છે કે, IPL સીઝન 13નું આયોજન સંભવ બન્યું તો તેને વિદેશમાં આયોજિત કરવામાં આવી શકે છે. રિપોર્ટ અનુસાર, જો IPLને ભારતમાંથી બહાર આયોજિત કરવાનો વિકલ્પ દેખાશે તો બોર્ડ પીછેહઠ નહીં કરશે. અમે પહેલા પણ એવું કરી ચુક્યા છીએ અને આગળ પણ કરી શકીએ છીએ, પરંતુ ભારતમાં આયોજન પહેલી પસંદ છે.

BCCIના સુત્રોએ કહ્યું, અમારે T20 વર્લ્ડ કપ પર ICCના નિર્ણયની રાહ જોવી પડશે. IPL વિશે કંઈ પણ આગળ ચર્ચા કરતા પહેલા અમ T20 વર્લ્ડ કપને લઈને સ્પષ્ટ તસવીરની રાહ જોઈશું. હાલ હું એટલું જ કહી શકું છું કે, કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો. જણાવી દઈએ કે, ICC 10 જુને થનારી મીટિંગમાં T20 વર્લ્ડ કપ પર નિર્ણય કરશે. T20 વર્લ્ડ કપના સ્થગિત થવા પર IPL યોજવાનો રસ્તો સ્પષ્ટ થઈ જશે.

કોરોના મહામારીની વચ્ચે UAEએ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 13મી સીઝનની મેજબાનીની રજૂઆત કરી હતી. UAE આ પહેલા પણ IPLની મેજબાની કરી ચુક્યુ છે. ભારતમાં 2014ના વર્ષમાં યોજાયેલી સામાન્ય ચૂંટણી દરમિયાન UAEએ 20 IPL મેચોનું આયોજન કર્યું હતું. અત્યારસુધીમાં બેવાર IPLને ભારતની બહાર આયોજિત કરવામાં આવી ચુક્યું છે. 2009ના IPLનું આયોજન લોકસભા ચૂંટણીના કારણે દક્ષિણ આફ્રિકામાં કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 2014ની ચૂંટણીના સમયે પણ IPLના પહેલા બે અઠવાડિયાની મેચોની મેજબાની UAEએ કરી હતી. જણાવી દઈએ કે, UAE કરતા પહેલા શ્રીલંકા ક્રિકેટ બોર્ડે પણ BCCIને ઓફર આપી હતી કે, તે શ્રીલંકામાં IPLના આયોજન માટે તૈયાર છે.

ઉલ્લેખનીય છે કે, ભારતમાં કોરોના વાયરસના મામલાઓમાં સતત વધારો થઈ રહ્યો છે, તેમ છતા BCCIએ IPLના આયોજનની આશા છોડી નથી. જોકે, ભારતમાં IPLના આયોજન માટે પણ તેના ખાલી સ્ટેડિયમમાં આયોજિત થવાની આશા વધુ છે. જો IPLનું આયોજન ખાલી સ્ટેડિયમમાં કરવામાં આવે તો ફ્રેન્ચાઈઝીઓને ગેટ રિસિપ્ટથી મળનારી રકમનું નુકસાન થશે. ભારતમાં IPLના આયોજન માટે સરકાર પાસેથી પરવાનગી મળવી સૌથી જરૂરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp