ટ્વીટર પર શા માટે ટ્રેન્ડ થયું યુવરાજ સિંહ માફી માગો? લોકોના નિશાના પર ક્રિકેટર

PC: thecricketlounge.com

દેશમાં લાંબા સમયથી ક્રિકેટ સંપૂર્ણ રીતે બંધ છે, પણ ક્રિકેટરો સતત ચર્ચામાં બની રહ્યા છે. તેની વચ્ચે ટીમ ઈન્ડિયાને વર્લ્ડ કપ જીતાડવામાં અગત્યની ભૂમિકા ભજવનારા યુવરાજ સિંહ મંગળવારે સોશિયલ મીડિયા પર હજારો લોકોના નિશાના પર રહ્યો છે. એક ઈન્સ્ટાગ્રામ લાઈવ દરમિયાન યુવરાજ સિંહે કંઇક એવું કહી દીધું કે ટ્વીટર પર સતત યુવરાજ સિંહ માફી માગો ટ્રેન્ડ થઈ રહ્યું છે.

શું છે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ

મંગળવારે સવારે ટ્વીટર પર હેશટેગ ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં #યુવરાજ_સિંહ_માફી_માગો ની માગ ચાલી રહી છે. આ હેશટેગની સાથે અત્યાર સુધીમાં લગભગ 30 હજારથી વધારે ટ્વીટ થઈ ચૂકી છે. જ્યારે તેનાથી જોડાયેલા જુદા જુદા ટ્રેન્ડ પણ ચાલી રહ્યા છે. હજારોની સંખ્યામાં લોકો ક્રિકેટર યુવરાજ સિંહની ટીકા કરી રહ્યા છે અને તેને માફી માગવાનું કહી રહ્યા છે.

યુવરાજ સિંહે એવું તે શું કહી દીધું?

લોકડાઉનના આ સમયમાં ઘણાં ક્રિકેટર્સ રોજ ઈન્સ્ટાગ્રામ પર લાઈવ આવીને ચર્ચા કરી રહ્યા છે. પાછલા દિવસોમાં યુવરાજ સિંહે ભારતીય ઓપનર રોહિત શર્મા સાથે ઈન્સ્ટાગ્રામ પર લાઈવ આવીને વાત કરી હતી.

આ દરમિયાન જ્યારે કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલને લઈ ચર્ચા થઈ તો યુવરાજ સિંહે એક જાતિ સૂચક શબ્દનો પ્રયોગ કર્યો. હવે તેને લઈ સોશિયલ મીડિયા પર વિવાદ સર્જાયો છે. યુવરાજ સિંહે જે શબ્દનો પ્રયોગ કર્યો, તેને એક જાતિના લોકો તેમનું અપમાન ગણાવી રહ્યા છે.

પહેલા પણ નિશાના પર આવ્યો છે યુવરાજ

જણાવી દઈએ, પાછલા થોડા સમયમાં આ બીજો અવસર છે, જ્યારે આ રીતે યુવરાજ સિંહેએ સોશિયલ મીડિયા પર લોકોના ગુસ્સાનો સામનો કરવો પડી રહ્યો છે. આ પહેલા જ્યારે યુવરાજ સિંહે પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રીદીના ફાઉન્ડેશનને લઈ આર્થિક મદદ કરવાની અપીલ કરી હતી, ત્યારે પણ લોકોએ યુવરાજને ટ્વીટર પર આડે હાથે લીધો હતો.

હવે ફરી એકવાર લોકો તરફથી અપીલ કરવામાં આવી રહી છે કે, યુવરાજ સિંહ માફી માગે. અમુક ટ્વીટર યૂઝર લખી રહ્યા છે કે, ભારતમાં સેલિબ્રિટી સતત જાતિસૂચક શબ્દોનો પ્રયોગ કરી રહ્યા છે, આ રીતે નાની જાતિના લોકોને નિશાનો બનાવવામાં આવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp