આ અઠવાડિયે 13 IPO આવી રહ્યા છે, શેરબજાર આ વીકમાં 3 જ દિવસ ચાલુ રહેશે

PC: twitter.com

આ સપ્તાહમાં શેરબજારો માત્ર 3 દિવસ જ ખુલશે તેમ છતાં પ્રાયમરી માર્કેટમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. આ અઠવાડિયે કુલ 13 નવા IPO સબસ્ક્રિપ્શન માટે ખુલવા જઈ રહ્યા છે. 2 દિવસની સાપ્તાહિક રજા ઉપરાંત આવતા અઠવાડિયે 2 રજાઓ પણ આવી રહી છે.

સોમવારે ધૂળેટીના તહેવારને કારણે શેરબજારો બંધ રહેશે તો 29 માર્ચે ગુડ ફ્રાઇડેના દિવસે પણ શેરબજારમાં રજા હશે. શનિ અને રવિ શેરબજારમાં કામકાજ થતા નથી. આ સપ્તાહમાં જે 13 IPO આવી રહ્યા છે તેની સંક્ષિપ્તમાં માહિતી તમને જણાવીશું.

ક્રિએટિવ ગ્રાફિક્સ સોલ્યુશન્સ : આ NSE SME IPO 28 માર્ચે ખુલશે અને 4 એપ્રિલે બંધ થશે. કંપનીના શેર રૂ. 85ની ઇશ્યૂ કિંમતની સામે ગ્રે માર્કેટમાં 40 રૂપિયા પ્રીમિયમ ચાલી રહ્યું છે.

અલુવિન્ડ આર્કિટેક્ચરલ: આ NSE SME IPO 28 માર્ચે ખુલશે અને 4 એપ્રિલે બંધ થશે કંપનીના શેર રૂ. 45ની ઇશ્યૂ કિંમતની સામે ગ્રે માર્કેટમાં 10 રૂપિયા પ્રીમિયમ ચાલી રહ્યું છે.

યશ ઓપ્ટિક્સ: યશ ઓપ્ટિક્સ NSE SME IPO 27 માર્ચે ખુલી રહ્યો છે અને 3 એપ્રિલે બંધ થશે. કંપની 81 રૂપિયાના ભાવે શેર આપી રહી છે. ગ્રે માર્કેટમાં 15 રૂપિયા પ્રીમિયમ ચાલે છે.

જય કૈલાશ નમકીન: જય કૈલાશ નમકીનનો BSE SME IPO 28 માર્ચે ખુલી રહ્યો છે અને 3 એપ્રિલે બંધ થશે. કંપનીએ 73 રૂપિયામાં શેર ઓફર કર્યો છે. ગ્રે માર્કેટમાં 30 રૂપિયાનું પ્રીમિયમ ચાલી રહ્યું છે.

 કે2 ઇંફ્રાઝોન: NSE SME IPO 28 માર્ચે ખુલશે અને 3 એપ્રિલે બંધ થશે. કંપનીએ 119 રૂપિયામાં શેર ઓફર કર્યા છે. ગ્રે માર્કેટમાં 12 રૂપિયા પ્રીમિયમ ચાલી રહ્યું છે.

TAC ઇન્ફોસેક: આ NSE MSE IPO 27 માર્ચે ખુલશે અને 2 એપ્રિલે બંધ થશે. કંપનીએ 106 રૂપિયાના ભાવે શેર ઓફર કરેલા છે. ગ્રે માર્કેટમાં 80 રૂપિયા પ્રીમિયમ ચાલી રહ્યું છે.

રેડિયોવાલા: આ NSE SME IPO 27 માર્ચે ખુલશે અને 2 એપ્રિલે બંધ થશે. કંપનીએ 76 રૂપિયાના ભાવે શેર ઓફર કર્યા છે. ગ્રે માર્કેટમાં 42 રૂપિયા પ્રીમિયમ ચાલે છે.

ટ્રસ્ટ ફિનટેક: આNSE SME IPO 26 માર્ચે ખુલશે અને 28 માર્ચે બંધ થશે. કંપનીએ 101 રૂપિયાના ભાવે શેર ઓફર કર્યા છે. ગ્રે માર્કેટમાં 40 રૂપિયા પ્રીમિયમ ચાલી રહ્યું છે.

SRM Contractors: આ IPO 26 માર્ચે ખુલશે અને 28 માર્ચે બંધ થશે. કંપનીએ 54 રૂપિયાના ભાવે શેર ઓફર કર્યા છે. ગ્રે માર્કેટમાં 10 રૂપિયા પ્રીમિયમ ચાલે છે.

Vruddhi Engineering Works: આ BSE SME IPO 26 માર્ચે ખુલશે અને 28 માર્ચે બંધ થશે.

Blue Pebble: આ NSE SME IPO 26 માર્ચે ખુલશે અને 28 માર્ચે બંધ થશે. કંનીએ 168 રૂપિયાના ભાવે શેર ઓફર કર્યા છે. ગ્રે માર્કેટમાં 50 રૂપિયા પ્રીમિયમ ચાલે છે.

Aspire & Innovative: આ NSE SME IPO 26 માર્ચે ખુલશે અને 28 માર્ચે બંધ થશે. કંપનીએ 54 રૂપિયાના ભાવે શેર ઓફર કર્યા છે. ગ્રે માર્કેટમાં 10 રૂપિયા પ્રીમિયમ ચાલે છે.

GConnect Logitech: આ BSE SME IPO 26 માર્ચે ખુલશે અને 28 માર્ચે બંધ થશે. શેરોનું લિસ્ટીંગ 3 એપ્રિલે થશે.

નોંધ- માત્ર માહિતી આપવા ખાતર આ ન્યૂઝ લખવામાં આવ્યા છે, રોકાણ કરતી વખતે તમારા સલાહકારની સલાહ મુજબ જ રોકાણ કરવું હિતાવહ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp