ભારતીય શેરબજારમાંથી વિદેશી ફંડ નિવેશકોએ કાઢી લીધા 5 અબજ ડૉલર, આ છે કારણ

PC: dntghana.com

વિદેશી નિવેશકોએ માર્ચમાં પૂર્ણ થતા ત્રિમાસિકમાં ભારતીય શેરબજારમાં ખૂબ જ વેચવાલી કરી છે. ભારત કેન્દ્રિત વિદેશી ફંડો અને ઈટીએફમાંથી આશરે 5 અબજ ડૉલર (આશરે 37500 કરોડ રૂપિયા)ની રકમ કાઢી લેવામાં આવી છે. વિદેશી નિવેશક આ ફંડો અને એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (ETF)ના માધ્યમથી ભારતીય શેરબજારમાં નિવેશ કરે છે. પહેલાના ત્રિમાસિક એટલે કે ડિસેમ્બર ત્રિમાસિકમાં આ ફંડોમાંથી માત્ર 2.1 અબજ ડૉલરનું જ વેચાણ થયું હતું. મીડિયા રિપોર્ટ અનુસાર, સતત આઠમું ત્રિમાસિક એવુ છે, જેમાં વિદેશી ફંડોમાં વેચાણ હાવી રહ્યું છે.

માર્ચ ત્રિમાસિક દરમિયાન વિદેશી ફંડો દ્વારા શુદ્ધરૂપમાં 3.6 અબજ ડૉલરનું નિકાસ કરવામાં આવ્યું છે, જ્યારે વિદેશી ETFના માધ્યમથી 1.4 અબજ ડૉલરની રકમ કાઢવામાં આવી છે. અસલમાં કોરોના વાયરસના પ્રકોપ અને લોકડાઉનના કારણે જોખમથી બચવા માટે વિદેશી નિવેશક પોતાનું ધન કાઢી રહ્યા છે. મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, લોકડાઉનની જાહેરાત પહેલા પણ માહોલ વધુ પ્રેરક નહોતો. આર્થિક ગ્રોથમાં ખૂબ જ સુસ્તી અને કંપનીઓની કમાણીના પરિણામને લઈને ચિંતા યથાવત હતી.

ઓફશૉર અથવા વિદેશી ફંડ એ હોય છે, જે ભારતમાં નથી થતું પરંતુ વિદેશમાં રહીને ભારતીય શેરબજારમાં નિવેશ કરે છે. આ એવા કેટલાક નિવેશના પ્રમુખ સાધન છે, જેના માધ્યમથી વિદેશી નિવેશક ભારતીય બજારમાં નિવેશ કરી શકે છે. રિપોર્ટ અનુસાર, માર્ચ ત્રિમાસિકમાં વિદેશી સંસ્થાગત નિવેશકોએ પણ ભારતીય શેરબજારમાંથી 6.4 અબજ ડૉલર અને ભારતીય ડેટ બજારમાંથી 9.5 અબજ ડૉલરની રકમ કાઢી લીધી. એપ્રિલ મહિનામાં FIIએ શુદ્ધરૂપથી 90.4 કરોડ ડૉલરની રકમ બહાર કાઢી છે. જોકે, મે મહિનામાં અત્યારસુધી તે ખરીદદાર હતું.

ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસ લોકડાઉનના કારણે ભારતીય શેરબજારમાં ખૂબ જ મોટું ગાબડું જોવા મળ્યું હતું અને ધંધા-રોજગાર બંધ થવાને કારણે શેરના ભાવ નીચે જતા લોકો વેચવાલી કરી રહ્યા હતા, જેને પગલે શેરબજારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. એક સમય તો એવો પણ આવ્યો હતો કે જ્યારે ટ્રેડિંગને બંધ કરી દેવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp