સુંદરતાની સાથોસાથ ઘણા રહસ્યોથી ભરપૂર ભારતની આ 5 જગ્યાઓ

PC: tripsavvy.com

ભારતમાં ઉત્તરથી લઈને દક્ષિણ સુધી એવી ઘણી બધી જગ્યાઓ છે, જે સુંદર તો છે જ સાથોસાથ તેની પાછળ ઘણા રહસ્યો પણ છૂપાયેલા છે. આ જગ્યાઓ પર જઈને તમને અલગ જ પ્રકારનો અનુભવ થશે. તેની લોકપ્રિયતા કંઈક એવી છે કે આખા વર્ષ દરમિયાન અહીં દેશ-વિદેશથી પ્રવાસીઓ આવતા જ રહે છે. તો તમે પણ આ જગ્યાઓ વિશે જાણી લો...

અનંતપુરા લેક ટેમ્પલ, કેરળ

કેરળના કાસરગોડ જિલ્લાના નાનકડા ગામ અનંતપુરામાં તળાવની વચ્ચોવચ્ચ બનવવામાં આવ્યું છે અનંતપુરા લેક ટેમ્પલ. જ્યાં રહે છે વેજિટેરિયન મગર બાબિયા, એવું માનવામાં આવે છે કે બાબિયા માત્ર મંદિરમાં બનતા ચોખા અને ગોળનો જ પ્રસાદ ખાય છે. તે કોઈને પણ નુકસાન નથી પહોંચાડતો, ત્યાં સુધી કે તે તળાવમાં રહેતી માછલીઓ પણ તેનાથી સુરક્ષિત છે.

રામ સેતુ, તામિલનાડુ

રામ સેતુને એડમ બ્રિજના નામથી પણ ઓળખવામાં આવે છે. જે ભારતના દક્ષિણ પૂર્વી તટના કિનારે રામેશ્વરમ દ્વીપ અને શ્રીલંકાના ઉત્તર પશ્ચિમ તટ પર મન્નાર દ્વીપની વચ્ચે ચૂના પથ્થરથી બનેલી શ્રૃંખલા છે. હિંદુ માન્યતા અનુસાર, તેનું નિર્માણ રામાયણમાં શ્રીરામની સેનામાં સામેલ બે વાનર નલ-નીલે કર્યું હતું.

લિવિંગ રૂટ બ્રિજ, ચેરાપુંજી

મેઘાલયમાં રહેતી જનજાતિ દ્વારા બનાવવામાં આવ્યો છે ઉમેશિયાંગ પુલ, જે 17 મીટર લાંબો છે. તેને ડબલ-ડેકર રૂટ પુલ તરીકે પણ ઓળખવામાં આવે છે. મેઘાલયના સૌથી લોકપ્રિય અને સૌથી જુના લિવિંગ રૂટ બ્રિજમાંથી એક છે. એવું માનવામાં આવે છે કે, તે 500 વર્ષ કરતા પણ વધુ જુનો છે.

કુંભલગઢ કિલ્લો, રાજસ્થાન

કુંભલગઢનો કિલ્લો 15મી સદીમાં રાણા કુંભાએ બનાવડાવ્યો હતો. આ કિલ્લાની દીવાલ વિશ્વની બીજા નંબરની સૌથી લાંબી દીવાલ છે જે 36 કિમી લાંબી છે અને 15 ફૂટ પહોળી છે. કિલ્લાની અંદર 360 કરતા વધુ મંદિર છે, જેમાંથી 300 પ્રાચીન જૈન મંદિર અને બાકીના હિંદુ મંદિર છે. અહીં એક અભેદ્ય કિલ્લો છે, જેને દુશ્મન ક્યારેય જીતી ના શક્યા. કિલ્લાની ચારે બાજુ લાંબી દીવાલ બનાવવામાં આવી છે જે ચીન બાદ વિશ્વની બીજી સૌથી લાંબી દીવાલ છે.

રૂપકુંડ, ઉત્તરાખંડ

ઉત્તરાખંડના પોપ્યુલર ટ્રેકમાંથી એક છે રૂપકુંડ. સમુદ્રની સપાટીથી 5029 મીટર ઊંચો આ ટ્રેક સુંદરતાની સાથોસાથ અહીં રહેલા હજારોની સંખ્યામાં માનવ કંકાલ માટે પણ જાણીતું છે. જે બરફ પીગળતા જ દેખાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp