મોઢામાં પ્લેટ, શરીર પર ઊંડા ઘા, ઘણી તકલીફોથી ભરેલું છે આ જાતિના રીતિ રિવાજો

PC: en.wikipedia.org

આફ્રિકામાં ઈથોપિયામાં ઘણી જાતિઓ એવી છે જે પોતાના પહેરવેશ, રહેણી કરણી અને કલ્ચરને લીધે દુનિયાના ઘણા ફોટોગ્રાફર્સ અથવા ડોક્યુમેન્ટ્રી ફિલ્મમેકર્સનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરી ચૂકી છે. તેમાંથી એક જાતિ સૂરી પણ છે. ઈથોપિયાના કિબિશ ઓમો વેલી અને ગ્રેટ રિફ્ટ વેલીમાં રહેનારી આ જાતિ એકદમ તકલીફ ભરેલા રીતિ રિવાજો માટે દુનિયાભરમાં જાણીતી છે.

આ જાતિની છોકરીઓ જ્યારે યુવાન હોય છે તો તેમના ઉપરના હોઠની પાસેના બે દાંતને તોડી નાખવામાં આવે છે અને તેમના નીચેના હોઠમાં એક નાનકડા ખાડા જેવું બનાવવામાં આવે છે. તેના પછી આ હોલમાં એક ક્લે ડિસ્ક નાખવામાં આવે છે જે ઉંમરની સાથે વધતી રહે છે. તેને લઈને આ મહિલાઓના હોઠ પણ સ્ટ્રેચ થતા રહે છે. રિપોર્ટ્સ પ્રમાણે, સૂર જાતિના લોકો જોખમ અને ઘાના નિશાના પર ઘણો ગર્વ કરવા પર જાણીતા છે.

આ જાતિમાં જે છોકરીના લગ્ન થવાના હોય છે તેને મોટી મોટી લિપ પ્લેટ્સ પહેરાવવામાં આવે છે. આ પ્લેટ્સ ઘણી વખત 10-15 ઈંચ જેટલી લાંબી પણ હોય છે. આ પ્લેટ જેટલી મોટી હશે, છોકરીના પિતા દહેજ માટે તેટલી વધારે માંગણી કરી શકે છે. મતલબ છે કે સૂર જાતિમાં ગાયોનું વિશેષ મહત્ત્વ છે, સૂરી જાતિમાં આ પ્લેટ્સને સુંદરતાનું પ્રતિક માનવામાં આવે છે. આ જાતિમાં ઘણી મહિલાઓ પોતાની સ્કીનને જ આર્ટ સમજીને પોતાની બોડી પર પેઈન્ટ કરે છે અને પોતાની જાતને આદિવાસી સમાજમાં આર્ટિસ્ટીક પર અભિવ્યક્ત કરે છે. તેની સાથે આ જાતિના લોકો ડોંગા નામની લડાઈમાં પણ સામેલ થાય છે.

આ લડાઈ એટલી ખતરનાક હોય છે કે ઘણી વખત લડવાવાળાનું મોત પણ થાય છે. પારંપારિક રીતે આ લડાઈ દ્વારા અહીંના લોકો મહિલાઓને ઈમ્પ્રેસ કરવાની કોશિશ કરે છે. આ સિવાય ડોંગા દ્વારા આ જાતિના લોકો હિંસાને લઈને પણ સહજ થાય છે જેથી બીજી જાતિઓ સાથે લડાઈ થવા પર પોતાને તૈયાર કરી શકે. આ લડાઈઓ ઘણી વખત સૂરી ગામમાં થાય છે જ્યાં ઘણી વખત હજારોની સંખ્યામાં લોકો પહુંચે છે. જોકે છેલ્લા કેટલાંક વર્ષોથી સૂરી જાતિનું કલ્ચર ખતરામાં છે. તે સિવાય અહીં પિસ્તોલ જેવા હથિયારના આગમન પછી તે વધારે હિંસક બની ગઈ છે અને આ ક્ષેત્રમાં અસ્થિરતા વધી છે.

તે સિવાય ઓમો નદી પાસે કેટલીય શુગર ફેક્ટરીઓ લાગવાનું શરૂ થઈ ગયું છે. તેને લઈને સૂરી જાતિને ફાયદો તો થઈ રહ્યો છે પરંતુ ઘણા લોકોનું એ માનવું છે કે ફેક્ટરીઓના આવવાથી આ લોકોને મજૂરીના કામમાં લગાવી દેવામાં આવશે અને તેનાથી સૂરી જાતિની પ્રાચીન પરંપરાઓ અને કલ્ચર તેને લીધે ખતમ થઈ શકે છે.   

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp