મિત્રો સાથે તમારી બર્થ ડે ઉજવવી છે, તો ભારતના આ બેસ્ટ ડેસ્ટીનેશન પર પહોંચી જાવ

PC: bstatic.com

પોતાની બર્થ ડે હોય તો તેનો ઉમંગ ઘણી વખત આપણા કરતા આપણા ફ્રેન્ડ્સને વધારે હોય છે. નાના હોય ત્યારે પરિવારના લોકો સાથે બર્થ ડે ઉજવવામાં આવતી હોય છે પરંતુ કોલેજમાં આવ્યા પછી આપણને આપણી બર્થ ડે મિત્રો સાથે ઉજવવાની ઈચ્છા થતી હોય છે. તો ચાલો જોઈ લઈએ એવા કેટલાક ડેસ્ટીનેશન જ્યાં તમે તમારા ફ્રેન્ડ્સ સાથે જઈને તમારી અથવા તેમની બર્થ ડે સિલબ્રેટ કરી શકો છો.

ગોવાઃ

યંગસ્ટર્સમાં જાણીતું ગોવા કોઈ પણ સેલિબ્રેશન માટે જાણીતું ડેસ્ટીનેશન છે. દરિયા કિનારા અને વેસ્ટર્ન લાઈફ એન્જોય કરવા માટે જાણીતું ગોવા તમારી થવા ફ્રેન્ડની બર્થ ડે સેલિબ્રેટ કરવાનું પરફેક્ટ ડેસ્ટીનેશન છે. ગોવામાં ઘણી ફરવાલાયક જગ્યાઓ પણ છે.

સોનમાર્ગ, જમ્મુ-કાશમીરઃ

સોનમાર્ગને દુનિયાના શ્રેષ્ઠ ડેસ્ટીનેશનોમાંનુ એક માનવામાં આવે છે. જમ્મુ-કાશ્મીરમાં જોવા જઈએ તો તેની એક પણ એવી જગ્યા નથી જ્યાં મજા ન આવે પરંતુ સોનમાર્ગ બરફને પસંદ કરતા લોકોમાં જાણીતું છે. સોનમાર્ગમાં તમે સ્નો સ્કીંગ કરવાની સાથે હિમાચ્છાદિત પહાડોની મજા માણી શકો છો. સોનમાર્ગની મુલાકાત મે મહિનાથી નવેમ્બર મહિના સુધી લઈ શકો છો.

જેસલમેર, રાજસ્થાનઃ

જેસલમેર કેમ્પેઈન કરવાનું પસંદ કરતા લોકો માટે બેસ્ટ છે. તમે નાઈટ કેમ્પેઈનની મજા સાથે કેમલ સફારી અને રાજસ્થાની ફૂડની પણ મજા માણી શકો છો. તમારા મિત્રો સાથે રજા ગાળવાનો અથવા તો કોઈની બર્થ ડે સેલિબ્રેટ કરવાનો સૌથી સારો ઓપ્શન છે. શિયાળાની ફૂલ ગુલાબીમાં જેસલમેરની મુલાકાત લેવાની એક અલગ જ મજા છે.

ભંડારદરા, મહારાષ્ટ્રઃ

A weekend getaway to Bhandardara - Savaari Blog

શાંતિવાળી જગ્યા પસંદ કરતા લોકો માટે મહારાષ્ટ્રનું ઓછું જાણીતું આ ડેસ્ટીનેશન બેસ્ટ છે. પ્રવરા નદીના કિનારે વસેલું આ સ્થળ તમને કુદરતના ખજાનાની નજીક લઈ જશે. નદી, ઝરણા, પહાડોની સાથે આ સ્થળ રાજ્યના પસંદગીના સ્થળોમાંનુ એક છે. તમે અહીં તમારા મિત્રો અથવા પરિવાર સાથે પણ આવી શકો છો. પૌરાણિક વાતો પ્રમાણે આ નદીના કિનારે અગસ્ત્ય ઋષિએ તપ કર્યું હતું.

ખીરગંગા, હિમાચલ પ્રદેશઃ

હિમાચલ પ્રદેશમાં ફરવા માટેની ઘણી જગ્યાઓ છે. પરંતુ ખીરગંગા પેરાગ્લાઈડિંગ, ટ્રેકિંગ અને પર્વતારોહણ જેવી ગતિવિધિઓ માટે જાણીતું છે. શિવજીના મોટા પુત્ર કાર્તિકજીએ અહીં તપ કર્યું હોવાનું માનવામાં આવે છે. અહીં ખીરગંગા નદી વહે છે, જેમાં નાના-નાના સફેદ કણ દેખાય છે. પરંતુ અહીં સુધી પહોંચવા માટે થોડી મહેનત લાગી શકે છે. ટ્રેકિંગ માટે આ બેસ્ટ સ્થળ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp