ચાર મહિનાના લોકડાઉનથી અકળાયેલા ગુજ્જુઓ આબુ ભાગ્યા, દારૂની દુકાનોમાં ભીડ

PC: hummingbirdresorts.com

અનલોકમાં અમુક પ્રકારની છૂટછાટ મળતા ચાર મહિનાના લોકડાઉનમાં અકડાયેલા ગુજરાતી હિલ્સ સ્ટેશન આબુ તરફ વળ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી આબુમાં પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાંથી મોટા ભાગના પ્રવાસીઓ ગુજરાતના હોવાનું જાણવા મળ્યું છે. પ્રવાસીઓની ભારે ભીડને કારણે આબુની મોટાભાગની હોટેલ હાઉસફૂલ થઈ ચૂકી છે. બીજી તરફ અહીની દારૂની દુકાનમાં પણ પણ ભીડ થતા સંક્રમણનું જોખમ તોળાઈ રહ્યું છે.

ગુજરાતીઓમાં ફરવા માટેનું સૌથી વધુ પસંદગીનું પ્લેસ આબુ છે. ગુજરાત રાજ્યના અમદાવાદ સહિતના મોટાભાગના જિલ્લાઓમાંથી લોકો પોતાના પરિવાર સાથે અહીં ફરવા માટે આવી રહ્યા છે. ગુજરાતમાંથી એક દિવસમાં 1000 કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. ત્યારે આવી કઠિન સ્થિતિમાં પણ ગુજરાતીઓ કુદરતી સૌદર્યને માણવાનો મોકો ચૂકતા નથી. લોકો મિત્રો અને પરિવાજનો સાથે આબુમાં રોકાણ કરવા માટે આવી રહ્યા છે. આબુમાં ફરવાના અનેક સ્થળોએ પ્રવાસીઓની ભીડ જોવા મળી હતી. છેલ્લા કેટલાક મહિનાથી લોકડાઉનને કારણે અનેક હોટેલ્સ બંધ રહી હતી. રેસ્ટોરાંને પણ તાળું લાગ્યું હતું. જોકે પ્રવાસીઓ આવતા ફરી અહીં બધું સક્રિય થવા માંડ્યું છે.

મુખ્ય બજારમાં પણ પ્રવાસીઓની ભીડ જોવા મળતા સોશિયલ ડિસ્ટન્સના નિયમોનો ભંગ થતો જોવા મળ્યો છે. હોટેલ્સ સાથે જોડાયેલા એક મેનેજર કહે છે કે, શનિવાર અને રવિવારની રજાઓમાં અહીં ભીડ જોવા મળે છે. લોકો શુક્રવારે રાત સુધીમાં પહોંચી જાય એ રીતે આયોજન કરે છે. જ્યારે રવિવારે વહેલી સવારે કે સોમવારે સવાર સુધીમાં અહીંથી રવાના થઈ જાય છે. બીજી તરફ અહીં સારો એવો વરસાદ થયો હોવાને કારણે સર્વત્ર એક લીલોતરી જોવા મળી રહી છે. ખાસ કરીને યુવાનો કોઈ ટ્રેકિંગ મૂડમાં નહીં પણ ફરવાના મૂડમાં અહીં આવી રહ્યા છે. ખાસ કરીને રેસ્ટોરાં અને હોટેલ્સમાં પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે.

પણ બહારથી આવતા પ્રવાસીઓનું પણ તાપમાન ચેક કરી, હાથ સેનિટાઈઝ કરાવીને યોગ્ય આઈડી પ્રુફ સાથે એન્ટ્રી આપવામાં આવે છે. યુવાનો મોટા ભાગે ઓનલાઈન પેમેન્ટ આપવાનું પસંદ કરી રહ્યા છે જેથી કોઈ સ્પર્શ કે સંપર્ક ન થાય. ઘણી એવી રેસ્ટોરાં છે જેઓ સોશિયલ ડિસ્ટન્સ જાળવીને પ્રવાસીઓને ફૂડ ડિલિવર કરે છે. જોકે, હવે સાદી હોટલ્સ પણ આ માટે પાર્સલ સુવિધા પૂરી પાડે છે. લોકડાઉન બાદ ફરી પ્રવાસીઓ આવતા હોટેલ્સના ભાડા પણ ઓછા રહ્યા છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp