કોરોના કેસ વધતા ગુજરાતના આ બીચ પર તંત્રએ મૂક્યો પ્રતિબંધ

PC: Youtube.com

રાજ્યમાં દિન પ્રતિદિન કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. શરૂઆતમાં અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધ્યુ હતું, ત્યારબાદ હવે સુરતમાં કોરોનાનું સંક્રમણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. સુરતમાં હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગ શરૂ થયા બાદ કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં સૌથી પહેલા રાંદેર વિસ્તાર કોરોનાનું હોટસ્પોટ હતો, ત્યારબાદ સેન્ટ્રલ ઝોનમાં કોરોના પોઝિટિવ કેસ વધ્યા ત્યારબાદ લિંબાયત વિસ્તારમાં કેસો વધ્યા, લિંબાયત બાદ કતારગામમાં સંક્રમણ વધ્યું, પછી વરાછા વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ વધ્યું અને ફરી રાંદેર વિસ્તારમાં કેસ વધ્યા અને ત્યાર બાદ હવે અઠવા ઝોનમાં કોરોના પોઝિટિવ કેસો વધી રહ્યા છે. સુરતમાં પ્રતિદિન 200 કરતા વધારે કોરોના પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે.

સુરતમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા સુરતમાં ફેમસ ગણાતા એવા ડુમસ બીચને બંધ કરી દેવામાં આવ્યો છે. ડુમસ બીચ પર લોકોની અવર-જવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મહત્ત્વની વાત છે કે, શનિ-રવિની રજાઓમાં મોટી સંખ્યામાં લોકો ફરવા માટે સુરતના ડુમસ બીચ પર એકઠા થતા હોય છે. ત્યારે લોકો એકઠા થવાના કારણે કોરોનાનું સંક્રમણ વધવાનો ભય રહે છે જેથી સુરત મહાનગરપાલિકા દ્વારા સુરતના ડુમસ બીચ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજ્ય સરકાર દ્વારા હજુ પણ ફરવા લાયક સ્થળો પરથી પ્રતિબંધ હટાવવામાં આવ્યો નથી પરંતુ બીચ પર અવર જવર માટે કોઈ પણ પ્રતિબંધ સરકાર દ્વારા લગાવવામાં આવ્યો નથી. જેથી ફરવા લાયક સ્થળો બંધ હોવાથી લોકો મોટી સંખ્યામાં બીચ પર જતા હોય છે અને જેના કારણે સુરતના ડુમસ બીચને બંધ કરી દેવામાં આવ્યો છે.

સુરતમાં ઓગસ્ટ મહિનામાં નોંધાયેલા કોરોના પોઝિટિવ કેસની વાત કરવામાં આવે તો 1ઓગસ્ટના રોજ 262 કેસ નોંધાયા હતા, 2 ઓગસ્ટના રોજ 237 કેસ નોંધાયા છે, 3 ઓગસ્ટના રોજ 258 કેસ નોંધાયા હતા, 4 ઓગસ્ટના રોજ 245 કેસ નોંધાયા છે, 5 ઓગસ્ટના રોજ 237 કેસ નોંધાયા છે, 6 ઓગસ્ટના રોજ 229 કેસ સામે આવ્યા હતા અને 7 ઓગસ્ટના રોજ 231 પોઝિટિવ કેસ નોંધાયા હતા. 1 ઓગસ્ટથી 7 ઓગસ્ટ સુધીમાં કોરોનાના કારણે 70 લોકોના મોત નિપજ્યા છે. હાલ સુરતમાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 15,362 પર પહોંચ્યો છે અને શહેર અને જિલ્લામાં કોરોનાથી મૃત્યુ આંક 668 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 11,457 દર્દીઓ સાજા થઇ ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp