આ દેશની કોર્ટે મુસ્લિમ મહિલાઓને આપ્યો ઝટકો, નહીં પહેરી શકે બુર્કિની

PC: thenation.com

ફ્રાન્સમાં મુસ્લિમ મહિલાઓ દ્વારા સ્વિમિંગ પૂલમાં પહેરવામાં આવીતી બુર્કિનીને લઈને વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. ફ્રાન્સમાં ગ્રેનોબલના અલ્પાઈન શહેરના મેયરે હાલમાં જ સરકારી સાર્વજનિક સ્વિમિંગ પૂલમાં મહિલાઓને બુર્કિની પહેરવાની પરવાનગી આપી દીધી હતી. મેયરનું કહેવુ હતું કે, મહિલા અને પુરુષ પોતાની મરજી અનુસાર કપડાં પહેરીને તરી શકે છે. પરંતુ, હવે ફ્રાન્સની એક કોર્ટે આ નિર્ણયને રદ્દ કરી દીધો છે. બુર્કિની ફ્રાન્સમાં મુસ્લિમ મહિલાઓ દ્વારા સ્વિમિંગ પૂલમાં નહાતી વખતે પોતાના શરીર અને વાળને ઢાંકવા માટે ઉપયોગમાં લેવાતું એક ઓલ-ઈન-વન સ્વિમસૂટ છે. ફ્રાન્સમાં હંમેશાંથી જ એ વિવાદાસ્પદ રહ્યું છે અને તેને સાર્વજનિક જગ્યાઓ પર પ્રતિબંધિત કરવામાં આવતું રહ્યું છે.

ન્યૂઝ એજન્સી એએફપીના એક રિપોર્ટ અનુસાર, કોર્ટે બુર્કિની પહેરવાના મેયરના નિર્ણયને એવુ કહીને રદ્દ કરી દીધો કે તે સાર્વજનિક સ્થળોએ તટસ્થતાના સિદ્ધાંતનું ગંભીર ઉલ્લંઘન કરે છે. ફ્રાન્સના ગૃહ મંત્રી ગેરાલ્ડ ડારમેનિન શરૂઆતથી જ નગરપાલિકાના નિર્ણયની વિરુદ્ધ હતા. કોર્ટના નિર્ણય બાદ બુધવારે સાંજે ટ્વીટર પર ટ્વીટ કરતા તેમણે કોર્ટના નિર્ણયનું એક સારા સમાચાર ગણાવતા સ્વાગત કર્યું.

બુર્કિનીનું સમર્થન કરનારા લોકોનું કહેવુ છે કે, બુર્કિની પર પ્રતિબંધ લગાવવો ભેદભાવને પ્રોત્સાહન આપવાનું કામ કરે છે. નગરપાલિકાના બુર્કિની પહેરવા દેવાનો નિર્ણય જૂનથી જ પ્રભાવી થવાનો હતો પરંતુ, દક્ષિણ-પૂર્વી ફ્રાન્સના ઈસેરે શહેરના ગવર્નરે કોર્ટને નગરપાલિકાના નિર્ણયને બદલવાની માગ કરી હતી. તેમજ ગ્રેનોબલના મેયર એરિક પિયોલ બુર્કિની પહેરવા દેવાના પક્ષમાં હતા. એરિક વામપંથ સાથે જોડાયેલા પ્રભાવી સ્થાનિય નેતા છે. તેમના સમર્થનથી જ અલ્પાઈન શહેરના નિયમોમાં બદલાવની મંજૂરી મળી હતી, જે અંતર્ગત શહેરમાં સ્વિમિંગ માટે એક ડ્રેસ કોડનું પાલન કરવાની છૂટ મળવાની હતી. મહિલા અને પુરુષોને એ આઝાદી આપવામાં આવી હતી કે, તેઓ પોતાની પસંદના કપડાં પહેરીને શહેરના સ્વિમિંગ પૂલમાં સ્વિમિંગ કરી શકે છે.

કોર્ટમાં જે દિવસે મામલો આવ્યો, જજે એ જ દિવસે દલીલ સાંભળ્યા બાદ બુધવારે સાંજે પોતાનો નિર્ણય સંભળાવી દીધો. પોતાના નિર્ણયમાં જજે કહ્યું કે, નગરપાલિકાના નિયમ પરિવર્તનનો મતલબ છે કે, કેટલાક લોકો સાર્વજનિક સરકારી સ્વિમિંગ પૂલમાં સામાન્ય ડ્રેસ કોડનો ધાર્મિક આધાર પર અપમાન કરી શકે છે. ગત વર્ષે ફ્રાન્સની સંસદે ઈસ્લામી અલગાવવાદનો મુકાબલો કરવા માટે એક કાયદો પાસ કર્યો હતો જે અંતર્ગત, ફ્રાન્સની સરકાર એવા નિર્ણયોને પડકારી શકે છે જે દેશમાં ધર્મનિરપેક્ષતાના સિદ્ધાંતને નબળા બનાવે છે.

2016માં ફ્રાન્સના ઘણા શહેરોના મેયરોએ પોતાના પ્રયાસોથી બુર્કિનીને પ્રતિબંધિત કરાવી દીધુ હતું. પરંતુ, બાદમાં તેને ભેદભાવપૂર્ણ જણાવીને રદ્દ પણ કરી દેવામાં આવ્યો હતો. પરંતુ, બુર્કિની અને મુસ્લિમ મહિલાઓ દ્વારા પહેરવામાં આવતા કપડાંને લઈને ફરીથી વર્ષ 2019માં વિવાદ છેડાયો. ગ્રેનોબલ શહેરમાં મહિલાઓના એક ગ્રુપે બુર્કિની પહેરીને સાર્વજનિક સ્વિમિંગ પૂલમાં સ્વિમિંગ કરવાનું શરૂ કર્યું જેને પગલે એક રાજકીય વિવાદ છેડાઈ ગયો. એ જ વર્ષે સ્પોર્ટ્સ હિજાબને લઈને પણ વિવાદ વધ્યો. સ્પોર્ટ્સ હિજાબનો મુસ્લિમ મહિલાઓ દોડતી વખતે પોતાના માથાને ઢાંકવા માટે ઉપયોગ કરતી હતી. સ્પોર્ટ્સ હિજાબ બનાવનારી ફ્રાન્સીસી સ્પોર્ટ્સ બ્રાન્ડ ડિકેથલોને તેને માટે ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો, જેનાથી મજબૂર થઈને તેણે સ્પોર્ટ્સ હિજાબ વેચવાનું બંધ કરવુ પડ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp