મુસ્લિમ બહુધા વસ્તીવાળા દેશમાં હિજાબ નહીં પહેરી શકે શાળાની વિદ્યાર્થિનીઓ

PC: aljazeera.com

દુનિયાના લગભગ બધા મુસ્લિમ દેશોમાં મહિલાઓ હિજાબ પહેરે છે. ઇરાનમાં તો તેની અનિવાર્યતા એવી છે જો કોઈ મહિલા હિજાબ ન પહેરે તો તેની ધરપકડ કરી લેવામાં આવે છે. હાલમાં અહીથી ઘણી દર્દનાક ઘટના સામે આવી છે, પરંતુ શું તમે જાણો છો કે એક મુસ્લિમ બહુધા વસ્તીવાળો દેશ એવો પણ છે, જેણે શાળાની વિદ્યાર્થિનીઓ માટે હિજાબ પર પ્રતિબંધ લગાવી દીધો છે. તે એમ કરનાર કેટલાક મુસ્લિમ બહુધા વસ્તીવાળા દેશોમાં સામેલ છે. જો કે, આ પ્રતિબંધને લઈને દેશમાં બહેસ અત્યારે પણ ચાલી રહી છે.

ધર્મમાં ગાઢ આસ્થા રાખનાર માતા-પિતા ઈચ્છે છે કે તેમના બાળકો હિજાબ પહેરે. આ દેશનું નામ છે કજાકિસ્તાન. અહી વર્ષ 2016માં લાગેલા પ્રતિબંધોને કેટલાક લોકો હટાવવાની માગ કરે છે. ત્યારે દેશના શિક્ષણ મંત્રાલયે એક નિર્દેશ જાહેર કર્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે શાળાના યુનિફોર્મ સાથે કોઈ પણ પ્રકારે ધાર્મિક ઓળખવાળા કપડાં પહેરવાની મંજૂરી નથી. તેમાં કોઈ શંકા નથી કે સરકાર ઇસ્લામને લઈને પ્રતિબદ્ધતા દેખાડે છે, પરંતુ તે સોવિયત સંઘના સમયથી ચાલતા આવી રહેલા ધર્મ પર નિયંત્રણને નબળું પડવા દેવા તૈયાર નથી.

આ દેશની વસ્તીની વાત કરીએ તો વર્ષ 2022ની વસ્તી ગણતરી મુજબ કજાકિસ્તાનમાં મુસ્લિમોની વસ્તી સૌથી વધુ છે. અહી રહેતા 69 ટકા લોકો મુસ્લિમ છે. જો કે, ઘણી સ્ટડી બતાવે છે કે દેશમાં એક તૃતીયાંશ લોકો જ ધર્મનું સખ્તાઈથી પાલન કરે છે. તે સંવૈધાનિક રૂપે એક ધર્મનિરપેક્ષ દેશ છે. જો કે, રાષ્ટ્રપતિ કાસિમ જોમાર્ત તોકાયેવ ઇસ્લામને લઈને પ્રતિબદ્ધતા દેખાડે છે. તેઓ વર્ષ 2022માં મક્કા ગયા હતા. સાથે જ રમઝાન પર સરકારી અધિકારીઓ અને જાણીતી હસ્તીઓ માટે પોતાના ઘર પર ઇફ્તાર પાર્ટી રાખી હતી.

નિયમ ન માનનાર વિદ્યાર્થિનીઓના માતા-પિતા પર દંડ લાગી જાય છે, જેના કારણે ઘણી વિદ્યાર્થિનીઓ અથવા તો વિરોધ કરતી રહી જાય છે કે તેઓ શાળા જવાનું બંધ કરી દે છે. સરકાર આ મામલે દેશ ધર્મનિરપેક્ષ હોવા પર જ ભાર આપે છે. રાષ્ટ્રપતિ તોકાયેવે ગત ઓક્ટોબરે કહ્યું હતું કે, આપણે સૌથી પહેલા એ વાતને યાદ રાખવી જોઈએ કે શાળા એક શૈક્ષણિક સંસ્થા છે. જ્યાં બાળકો શિક્ષણ લેવા આવે છે. મારું એવું માનવું છે કે જ્યારે બાળકો મોટા થઈ જાય અને તેમનો દુનિયા જોવાનો પોતાનો નજરિયો હોય, તો ત્યારે પોતાની પસંદ નાપસંદ નક્કી કરે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp