ડૉક્ટરે નવજાતને રડાવવાની કોશિશ કરી, તો ગુસ્સામાં જોવા લાગી બાળકી, જુઓ Photos

PC: indiatimes.com

બ્રાઝીલના રિયો ડી જેનેરિયામાં કંઇક એવું બન્યું કે તેને જોઈને સૌ કોઈ હેરાનીમાં મૂકાઈ ગયા છે. ત્યાં 13 ફેબ્રુઆરીના રોજ એક બાળકીએ જન્મ લીધો અને તે સુપરસ્ટાર બની ગઈ. કારણ કે જન્મ લીધા બાદ બાળકી ગુસ્સામાં ડૉક્ટરની તરફ જોવા લાગી. બાળકીનું તે એક્સપ્રેશન ખૂબ વાયરલ થઈ રહ્યું છે. જન્મ બાદ જ્યારે ડૉક્ટરે ગર્ભનાળ કાપ્યા પહેલા બાળકીને રડાવવા માટેની કોશિશ કરી તો તેણે ગુસ્સામાં ડૉક્ટરની તરફ જોયું. આ જોઈને ડૉક્ટર પોતે પણ હેરાનીમાં મૂકાઈ ગયા. તે ક્ષણને કેમેરામાં કેદ કરી લેવામાં આવી છે.

વાત એ છે કે જન્મ્યા બાદ બાળકી રડી નહોતી. ડૉક્ટરોએ તેને રડાવવાની કોશિશ કરી જેથી તેઓ સુનિશ્ચિત કરી શકે કે બાળકી સ્વસ્થ છે અને તેના અંગો યોગ્ય રીતે કામ કરી રહ્યા છે. જેવું ડૉક્ટરોએ રડાવવાની કોશિશ કરી તો તે ગુસ્સામાં જોવા લાગી. બાળકીનો જન્મ નક્કી કરેલા સમયના 7 દિવસ પહેલા સિઝેરિયન ડિલિવરી દ્વારા થયો.

બાળકીની માતા ડાયને ડિ જીસસ બારબોસાએ બાળકીની યાદગાર તસવીરો કેદ કરવા માટે એક ફોટોગ્રાફરને હાયર કર્યો હતો. આ તસવીરોને ફોટોગ્રાફરે ફેસબુક પર શેર કરી છે.

ફોટોગ્રાફરે જણાવ્યું કે રિએક્શન આપ્યા બાદ જ્યારે ડૉક્ટરોએ ગર્ભનાળ કાપી તો તે રડવા લાગી હતી. બાળકીનું નામ ઈસાબેલ પરેરા ડી જિસસ રાખવામાં આવ્યું છે.

સોશિયલ મીડિયા પર આ નવજાત બાળકીની તસવીરો ખૂબ વાયરલ થઈ રહી છે. તેનું કારણ બાળકીના એક્સપ્રેશન છે. વીડિયો દ્વારા તમે જોઈ શકો છો કે કઈ રીતે બાળકી ગુસ્સામાં ડૉક્ટરોને જુએ છે.

બાળકીની માતા કહે છે કે તેની દીકરી સોશિયલ મીડિયા પર મીમ બની ચૂકી છે. જ્યારે પણ તેનું ડાયપર ચેન્ચ કરવા માટે જઈએ છે તેના માથા પર કરચલી પડી જાય છે. અને લાગે છે કે તે ગુસ્સામાં અમને જોઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp